ગુજરાત

gujarat

ETV Bharat / city

કેવી રીતે ભાજપે 6 મહાનગરપાલિકાના ઉમેદવાર નક્કી કર્યા? જુઓ... - BJP Parliamentary Board

ભારતીય જનતા પાર્ટી કાર્યકરોની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. અહીં કાર્યકર્તાઓ ટિકિટ મેળવવાની આશા રાખતા હોય છે. જ્યારે હજારો કાર્યકર્તામાંથી ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા કરવાની હોય ત્યારે ભાજપ જેવો મોટો પક્ષ કેવી રીતે આ પ્રક્રિયા કરે છે? જુઓ આ અહેવાલમાં...

કેવી રીતે ભાજપે 6 મહાનગરપાલિકાના ઉમેદવાર નક્કી કર્યા? જુઓ...
કેવી રીતે ભાજપે 6 મહાનગરપાલિકાના ઉમેદવાર નક્કી કર્યા? જુઓ...

By

Published : Feb 5, 2021, 8:55 AM IST

Updated : Feb 5, 2021, 9:31 AM IST

  • સી. આર. પાટીલે વર્ણવી ભાજપમાં ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા.
  • ભારતીય જનતા પાર્ટીના કરોડોની સંખ્યામાં કાર્યકર્તા છે.
  • દરેક સાથે ચર્ચા બાદ લોકશાહી ઢબે નિર્ણયનો સી. આર. પાટીલનો દાવો.
  • ભાજપે ઉમેદવાર પસંદગી માટે કરી હતી નિરીક્ષકોની નિમણૂક.

ગાંધીનગર : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીક જ છે ત્યારે 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે પોતાની ઉમેદવારયાદી જાહેર કરી હતી. આ વિશે માહિતી આપતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ભાજપે લોકશાહીના પાલન સાથે, પારદર્શક અને શિસ્તબદ્ધ રીતે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ માટે સૌપ્રથમ તો જિલ્લા અને મહાનગરોમાં ઉમેદવાર પસંદગી માટે સેન્સ લેવા માટે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી. આમાં વર્તમાન અને પૂર્વ સાંસદો, ધારાસભ્યો તેમ જ ભાજપના અગ્રણી હોદ્દેદારોનો સમાવેશ કરાયો હતો. પ્રત્યેક વોર્ડદીઠ ત્રણ નીમવામાં આવ્યા હતા. નિરીક્ષકો દરેક વોર્ડમાં ગયા હતા અને ત્યાં ભાજપ સંગઠનના આગેવાનો અને કાર્યકરોને મળ્યા હતા.

દરેક વોર્ડમાં સરેરાશ 50 ફોર્મ આવ્યા હતા

મહાનગરપાલિકાના ઉમેદવાર નક્કી

આ સમગ્ર પ્રક્રિયામાં 6 મહાનગરપાલિકાની 576 બેઠખ ઉપર દરેક વોર્ડ માટે 50થી 60 ફોર્મ આવ્યા હતા. કુલ 7 હજાર જેટલા ફોર્મ ઉમેદવારી ભરવા નોંધાયા હતા ત્યારબાદ આ તમામ ફોર્મની બે વાર સ્ક્રૂટિની કરીને તેને પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરવામાં આવ્યા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના આગેવાન પ્રધાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે આ ફોર્મની છણાવટ કરી હતી. સંભવિત ઉમેદવારોની વધુ માહિતી મેળવવા ઉમેદવારના ઉપરી હોદ્દેદારોનો અંગત સંપર્ક પણ કરવામાં આવ્યો હતો. આ સાથે જ સી. આર. પાટીલે એવો દાવો પણ કર્યો હતો કે, અન્ય કોઈ પાર્ટીમાં આટલી ચોકસાઈથી અને નિષ્પક્ષ રીતે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા થતી નથી અને ઉમેદવારની અંતિમ યાદી જાહેર કરતા પહેલા તેની ત્રણ વખત ચકાસણી કરાય છે.


ભવિષ્ય માટે નવી નેતાગીરી ઉભી કરવી જરૂરી

સી. આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, 5 ફેબ્રુઆરીએ કોવિડના નિયમોના પાલન સાથે ચૂંટણી પંચે નક્કી કરેલા રિટર્નિંગ ઓફિસરની ઓફિસે ફોર્મ ભરવા ભાજપના ઉમેદવારો વિજય મુહૂર્તમાં પહોંચશે. આ સાથે જ તેમણે ટિકિટ આપવાના જે ત્રણ મહત્ત્વના ચર્ચાસ્પદ નિયમોની જાહેરાત કરી હતી. તેનું તેમણે પાલન કરી બતાવ્યું હતું. સંગઠનમાંથી જો કોઈ વ્યક્તિને ટિકિટ મળે તો ફરીથી તેમને તે હોદ્દા પર નિમણૂક મળશે નહીં. આ સાથે જ સી. આર. પાટીલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં યુવાઓને મહત્ત્વ આપ્યું છે. તે વિશે બોલતા તેમણે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તા છે. ત્યારે આ પ્લેટફોર્મ યુવાઓને આપવું અને ભવિષ્યની નેતાગીરી ઊભી કરવી તે ખૂબ જરૂરી છે. આથી પાર્ટીના આ નિર્ણય સાથે પાર્લામેન્ટરી બોર્ડ અને ભાજપના પ્રદેશના આગેવાન સભ્યો પણ સહમત થયા હતા.

નિયમો અંગે સ્પષ્ટતા...

આ ચૂંટણી અંતર્ગત ઉમેદવારી પસંદગીના જે નિયમો પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા બનાવાયા છે. તે ફક્ત સ્થાનિક સ્વરાજની ચૂંટણી સુધી જ સીમિત છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીના નિયમોનો હક કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડ પાસે છે. આ સાથે જ જે સિનિયર ઉમેદવારોને ટિકીટ મળી નથી તેવા આગેવાનો સાથે સી. આર. પાટીલ ચૂંટણી બાદ ઝોન પ્રમાણે બેઠક કરશે.

Last Updated : Feb 5, 2021, 9:31 AM IST

ABOUT THE AUTHOR

...view details