ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર રેલવે સ્ટેશન પર હોટેલ તૈયાર, ઉદ્દઘાટન માટે પીએમ મોદીનો સમય માંગ્યો : વિજય રૂપાણી - Hotel Leela ready at Gandhinagar railway station

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગાંધીનગર રેલવે સ્ટેશન પર બની રહેલી ફાઇવ સ્ટાર હોટલ હવે પૂર્ણતાને આરે છે. ત્યારે આજે (CM Rupani) રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે ગાંધીનગર રેલવે સ્ટેશન (Gandhinagar railway station) બનાવવામાં આવેલી હોટેલ હવે સંપૂર્ણ રીતે તૈયાર છે. લગભગ તમામ કામ પૂર્ણ થયાં છે ત્યારે (PM Modi) વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે સમય માંગીને તેના ઉદ્દઘાટન અંગેની પણ રાજ્ય સરકારે તૈયારી દાખવી છે.

ગાંધીનગર રેલવે સ્ટેશન પર હોટેલ તૈયાર, ઉદ્દઘાટન માટે પીએમ મોદીનો સમય માંગ્યો : વિજય રૂપાણી
ગાંધીનગર રેલવે સ્ટેશન પર હોટેલ તૈયાર, ઉદ્દઘાટન માટે પીએમ મોદીનો સમય માંગ્યો : વિજય રૂપાણી

By

Published : May 29, 2021, 5:10 PM IST

  • પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેકટ પૂર્ણતાના આરે
  • ગાંધીનગર રેલવે સ્ટેશન પર 5 સ્ટાર હોટલ તૈયાર
  • લગભગ તમામ કામ પૂર્ણ
  • રાજ્ય સરકારે હોટેલના ઉદ્દઘાટન માટે પીએમ મોદીનો સમય માંગ્યો

    ગાંધીનગર :મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહાત્મા મંદિર ખાતે હોસ્પિટલની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે ગાંધીનગર રેલવેે સ્ટેશન પરની (Hotel Leela) હોટલ લીલા સંપૂર્ણ રીતે તૈયાર છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જાણ કરવામાં આવી છે અને તેનું ઉદ્દઘાટન દેશના વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે થાય તે માટેની પણ તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા કરી લેવામાં આવી છે અને પીએમ મોદીના સમય પણ માંગ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
    સમગ્ર દેશમાં પ્રથમ એવી હોટેલ જે રેલવે સ્ટેશન પર છે

આ પણ વાંચોઃ અમદાવાદ સાયન્સ સિટી ખાતે 250 કરોડના ખર્ચે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક શરૂ થશે

પીએમ મોદીના હસ્તે થશે ઉદ્દઘાટન,2019માં થવાનો હતો પ્રોજેક્ટ પૂર્ણ

મહત્વની વાત કરવામાં આવે તો ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે તૈયાર કરવામાં આવેલ હોટલનું પ્રોજેક્ટ વર્ક 2019 પૂર્ણ થવાનું હતું. પરંતુ કોરોનાના કપરા કાળ અને વર્ષ 2020માં કોરોનાના કારણે લોકડાઉન અને અન્ય પરિસ્થિતિએ સંજોગ સર્જતાં આ પ્રોજેક્ટ પૂર્ણ થઇ ન હતો. ત્યારે હવે આ પ્રોજેક્ટ લગભગ પૂર્ણ થઈ ગયો છે ત્યારે ગમે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ હોટલનું ઉદ્દઘાટન કરી શકે તેમ છે.

ગાંધીનગર રેલવે સ્ટેશન પર બનેલી હોટેલ લીલાના ઉદ્દઘાટનની તૈયારી
સમગ્ર દેશમાં પ્રથમ એવી હોટેલ જે રેલવે સ્ટેશન પર છે હોટેલ લીલાની જો વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં આ એવી પ્રથમ હોટલ છે કે જે રેલવે સ્ટેશન પર બનાવવામાં આવી છે. જ્યારે આ હોટલમાંથી સ્વર્ણિમ પાર્ક, વિધાનસભા અને મહાત્મા મંદિર સીધા જોઈ શકાય તેવી રીતે હોટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details