ગુજરાત

gujarat

ETV Bharat / city

Heritage Tourism in Gujarat: નવી હેરિટેજ ટુરિઝમ પોલિસી જાહેર, 451 કરોડના MoU સહિતનું બધું જાણો

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘ગુજરાતના ભવ્ય વારસા’ (Heritage Tourism in Gujarat)ની ઉજવણીના કાર્યક્રમનું ગાંધીનગરની ધ લીલા હોટલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં હેરિટેજ ટુરિઝમ પોલિસીનું સ્ક્રીનિંગ દર્શાવવામાં આવ્યું હતું. 5 મહત્ત્વના MOU સહિતની તમામ બાબતો વિશે જાણવા ક્લિક કરો.

નવી હેરિટેજ ટુરિઝમ પોલિસી જાહેર
નવી હેરિટેજ ટુરિઝમ પોલિસી જાહેર

By

Published : Mar 26, 2022, 3:49 PM IST

Updated : Mar 26, 2022, 6:31 PM IST

ગાંધીનગર: ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (azadi ka amrut mahotsav) અંતર્ગત ‘ગુજરાતના ભવ્ય વારસા’ની (Heritage Tourism in Gujarat) ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. તારીખ 26 માર્ચના રોજ બપોરે 3:30 કલાકે ગાંધીનગર સ્થિત ધ લીલા હોટલ (the leela hotel gandhinagar) ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

54 પ્રોપર્ટીના માલિકો અને ગુજરાત ટુરિઝમ વચ્ચે 451 કરોડના MOU થયા.

ગુજરાતના ટુરિઝમનો વિકાસ થાય તેના પર કામ- રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, કોરોનાની મોટી અસર ટુરિઝમ પર પડી હતી. સરકાર મુશ્કેલીમાંથી બહાર આવવા માટે તમારી સાથે છે. તમને અને અમને બધાને ફાયદો થાય તે રીતે વધુ ટુરિઝમ ગુજરાતમાં વિકાસ થાય તે રીતે કામ કરીશું. ગુજરાતમાં વધુમાં વધુ ટુરિઝમ વિસ્તરે તેવા પ્રયત્નો કરીશું અને આગળ પણ નવાં ઇનિસિએટિવ લેવાના હશે તો તે લેશું. 54 પ્રોપર્ટીના માલિકો અને ગુજરાત ટુરિઝમ વચ્ચે 451 કરોડના MOU થયા છે. જેમાં સામેલ થયેલા તમામ લોકોને અભિનંદન આપું છું.

ગુજરાત દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનશે- તેમણે જણાવ્યું કે, ઓનલાઈન સેવાથી તમામ ટુરિઝમ અને પોલિસીને લગતી તમામ વિગતો મળી શકે તે માટેનો આ એક પ્રયાસ છે. પ્રાચીન મંદિરો, મહેલો, ઇમારતો ગુજરાતમાં છે. રાણકીવાવ ચાંપાનેર, ધોળાવીરા, અમદાવાદ હેરિટેજમાં સ્થાન પામેલાં છે. તેમણે જણાવ્યું કે, ગુજરાત દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનશે. તે ઉદ્યોગ ક્ષેત્ર હોય, ટેકનોલોજી કે MSME હોય. ગુજરાત સરકાર તરફથી ટુરિઝમ વિભાગને કોઈ તકલીફ પડશે નહીં તે જોવાની જવાબદારી અમારી છે.

હેરિટિજ ટુરિઝમ પોલિસી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું-રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે. સાથે હેરિટિજ ટુરિઝમ પોલિસી પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. લગભગ 451 કરોડ રૂપિયાના MOU કરવામાં આવ્યાં છે. લક્ષ્મી વિલાસ પેલેસ, રાજમહેલ સંતરામપુર, હેરિટેજ કિલ્લા વીલા રાજકોટ, ગાર્ડન પેલેસ બાલાસિનોર, ઓલ્ડ દરબાર ગઢ રાજકોટ, રાજમહેલ બેકવેટ દેવગઢ બારીયા સાથે ગુજરાત ટુરિઝમે MOU સાઇન કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા દ્વારકા દર્શન માટે દેખો દ્વારકાની ડબલ ડેક્કર બસની સુવિધા શરૂ કરવામાં આવી છે.

ગુજરાત પાસે 200થી વધારે હેરિટેજ સ્ટ્રક્ચર-પ્રવાસન વિભાગના સચિવ હરિત શુક્લાએ જણાવ્યું કે, આજે ગુજરાત ટુરિઝમ પોલિસી પોર્ટલનું લોન્ચિંગ થશે. મહત્વના 40 જેટલા પ્રોજેકટ બાબતે MOU કરવામાં આવશે. અલગ અલગ ટૂર ઓપરેટરો ગુજરાત આવ્યા છે. ગુજરાત પાસે 200થી વધારે હેરિટેજ સ્ટ્રક્ચર ગુજરાતમાં છે. ગુજરાત ટૂરિઝમમાં પણ નંબર-1 પર પહોંચશે. રાજ્ય સરકાર સહયોગ કરવા તૈયાર છે. હોટેલ, રેસ્ટોરન્ટ, હોમ હેરિટેજ કરવા માટે સરકાર 1 કરોડથી 10 કરોડ સુધીની સબસિડી આપશે.

નડાબેટમાં બોર્ડર ટુરિઝમ લાવવામાં આવશે- કોવિડ પછી ગુજરાતમાં મુસાફરોની સંખ્યા વધે તે બાબતે રાજ્ય સરકારનું આયોજન છે. સીનેમેટિક પોલિસી લાવવામાં આવશે. તેમજ વેલનેશ પોલિસી ટૂંક સમયમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. તો નડાબેટમાં બોર્ડર ટુરિઝમ લાવવામાં આવશે. ટુરિઝમ પોર્ટલ પોલિસી બાબતે હરિત શુક્લાએ જણાવ્યું હતું કે, આ એવી એપ્લિકેશન છે જેમાં સબસિડીની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે અને ક્યાં સુધી પ્રોસેસ થઈ છે તે માહિતી આપવામાં આવશે.

દેશનું ભવિષ્ય કેવું હોવું જોઈએ તે બાબતે સરકાર સંપૂર્ણ કટિબદ્ધ-અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, PM જ્યારે CM તરીકે ગુજરાતમાં હતા ત્યારે ટુરિઝમને આગળ વધારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં વિકાસની ગતી એક નમુનારૂપ છે. તમારા બધાના સાથ સહકારની જરૂર છે અને તમે બધા સાથ સહકાર આપો છો તેનો આનંદ છે. ગુજરાતનું ભવિષ્ય કેવું હોવું જોઈએ, દેશનું ભવિષ્ય કેવું હોવું જોઈએ આ બાબતે સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે.આજે 5 MOU થવાના છે.

આ પણ વાંચો:75 year of independence : ગાંધીજીની પોરબંદરથી આફ્રિકા સુધીની સફર મોહનમાંથી મહાત્મા બનવા તરફ પ્રયાણ

પ્રવાસન વિભાગનું પોર્ટલ - કાર્યક્રમ દરમિયાન હેરિટેજ ટૂરિઝમ પોલિસી (Heritage Tourism Policy)નું સ્ક્રીનિંગ દર્શાવવામાં આવશે. સાથે જ પ્રવાસન વિભાગ (Department of Tourism Gujarat) દ્વારા પોર્ટલ અને ઓપરેશનલ ગાઈડલાઈન્સને (operational guidelines gujarat tourism) જાહેર કરવામાં આવશે, જેનાથી પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓને સરળતાથી માહિતી પ્રાપ્ત થઈ શકશે. HRACC દ્વારા હેરિટેજ ટૂરિઝમ યુનિટ સર્ટિફિકેશન (Heritage Tourism Unit Certification Gujarat) અંગેની પ્રક્રિયા પર પ્રવાસન મંત્રાલયના રિજિયોનલ ડાયરેક્ટર દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવશે.

આ પણ વાંચો:સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત દેશના ખૂણે ખૂણેથી 350 કલાકારો આવી 5 દિવસ કરશે કલા સાધના

હેરિટેજ સ્થળોના માલિકો સાથે MOU સાઇન કરવામાં આવશે-રાજ્યમાં આવેલાં હેરિટેજ સ્થળોના માલિકો સાથે MOU પણ કરવામાં આવશે, જેનાથી આગામી સમયમાં હેરિટેજ ટુરિઝમને પ્રોત્સાહન પ્રાપ્ત થશે. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રવાસન વિભાગના પ્રધાન (Minister of Gujarat Tourism) પૂર્ણેશ મોદી, રાજ્યકક્ષાના પ્રવાસન પ્રધાન અરવિંદ રૈયાણી, પ્રવાસન વિભાગના સચિવ હરિત શુક્લા, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આલોકુમાર પાંડે સહિત હેરિટેજ ટુરિઝમ એસોસિએશનના અધિકારીઓ-પદાધિકારીઓ, ટૂર ઓપરેટર્સ, વેડિંગ પ્લાનર્સ, લાઈન પ્રોડ્યુસર તેમજ પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે.

Last Updated : Mar 26, 2022, 6:31 PM IST

ABOUT THE AUTHOR

...view details