ગાંધીનગર : રામનવમીના પર્વ પર હિંમતનગર અને ખંભાતમાં અસામાજિક તત્વો દ્વારા (Ram Navami Festival in Himmatnagar) ધાર્મિક આસ્થાને ઠેસ લાગતા કાર્ય કરવામાં આવ્યા હતા. તે બાબતે ગૃહપ્રધાન હર્ષ સંઘવી રાત્રે 11:30 કલાકે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં ગાંધીનગર રેન્જ IG અને ખંભાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓને હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી. આ ઘટનાને વધુ વેગ ન મળે તેમજ અસામાજિક તત્વો તાત્કાલિક ધોરણે પોલીસની હિરાસતમાં આવે તે બાબતે બેઠકમાં મળી હતી.
બેઠકમાં શું થઈ ચર્ચા - મોડી રાત્રે યોજાયેલી બેઠકમાં રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ગૃહ રાજ્યપ્રધાન સાથે મોડી રાત્રે બેઠક હતી. જેમાં દિવસ દરમિયાન હિંમતનગર અને ખંભાતની (Anti-Social Elements in Himmatnagar Khambhat) પરિસ્થિતિ અંગે રીવ્યુ કરાયો છે. જ્યારે બનાવ બાબતે સ્થાનિક અધિકારીઓ જોડાયા છે. હિંમતનગરમાં રાયોટીંગનો ગુનો દાખલ કરી અમુક લોકોને રાઉન્ડ અપ કરાયા છે. આ ઉપરાંત હિંમતનગર અને ખંભાતની ઘટનામાં કડકમાં કડક કાર્યવાહી થાય અને ગણતરીના કલાકોમાં ઘટનાને અંજામ આપનાર વ્યક્તિઓની ધરપકડ થાય તે બાબતની સૂચના પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો :રામનવમી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો, પોલીસકર્મીને પણ ટોળાએ બાનમાં લીધા