ગાંધીનગર: વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ (Congress BJP In Gujarat Assembly) બંને આમને-સામને આવ્યા હતા. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા ડેટા પ્રમાણે છેલ્લા 2 વર્ષમાં વિદેશી દારૂ (Exotic alcohol in Gujarat), દેશી દારૂ, બિયર, અફીણ, ચરસ, ગાંજો, ડ્રગ્સ, હેરોઇન, પાવડર અને અન્ય ટ્રક થઈને કુલ 606,41,84,847 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બાબતે કોંગ્રેસ પક્ષે રાજ્ય સરકારને આડે હાથે લીધી હતી.
હર્ષ સંઘવીએ અધ્યક્ષ પાસે પ્રોટેક્શનની માંગ કરી
તેનો પ્રત્યુત્તર આપવા રાજ્ય ગૃહપ્રધાન (home minister of gujarat harsh sanghvi) વિધાનસભાગૃહમાં જવાબ આપવા ઊભા થયા ત્યારે કોંગ્રેસે હલ્લાબોલ કર્યો હતો અને અમુક ધારાસભ્યો વેલમાં આવી ગયા હતા. ધારાસભ્યો હર્ષ સંઘવીનો કોઈપણ મુદ્દો સાંભળવા તૈયાર નહોતા ત્યારે હર્ષ સંઘવીએ અધ્યક્ષ પાસે પ્રોટેક્શનની માંગ કરી હતી.
આ પણ વાંચો:Congress starts with protest in budget session : કોંગ્રેસે નર્મદા રીવર ઇન્ટર લીંકિંગ પ્રોજેક્ટને હાથમાં લીધો, સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંઘાવ્યો
કોંગ્રેસ દ્વારા ગૃહમાં પોસ્ટર વોર
ગુજરાત રાજ્યમાં જે રીતે દારૂ (liquor ban in gujarat) પકડાઈ રહ્યા છે તેને ધ્યાનમાં લઈને આજે વિધાનસભાગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્નારા પોસ્ટર વોર શરૂ કરવામાં આવ્યું હતું. ભાજપના રાજમાં ડ્રગ્સ માફિયા મોજમાં (Drugs In Gujarat), અદાણી બંદર ડ્રગ્સ (Drugs Seized At Mundra Port)નું બંદર જેવા પોસ્ટરો પણ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ 'ચંદન કી હેરાફેરી, ભાજપ તેરી કહાની' જેવા સૂત્ર લખીને કોંગ્રેસના સભ્યો દ્વારા પોસ્ટર દર્શાવવામાં આવ્યા હતા. આ ઘટના બાદ અમુક ધારાસભ્યો વિધાનસભા વેલમાં આવવાની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે જ વિધાનસભાને મુલતવી રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:Gujarat Budget 2022: બજેટ પહેલા જ વિપક્ષનો હોબાળો, વિધાનસભા બહાર ધરણા
ગુજરાત વિકાસમાં નહીં, પણ ઝૂમવામાં નંબર-1
વિરોધ પક્ષના પ્રવક્તા વીરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, રાજ્યમાં દરિયાકિનારાથી અનેક કરોડ રૂપિયાનું ડ્રગ્સ આવી રહ્યું છે. અમેરિકાની ખાનગી ગુપ્ત એજન્સી દ્વારા કેન્દ્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, ગુજરાતના કોઈ બંદર (drugs gujarat port) પર ડ્રગ્સ આવી રહ્યું છે અને કન્સાઇન્મેન્ટ પકડાયું. આ અગાઉ કેટલાય કન્સાઈન્મેન્ટ આવી ગયા હશે અને યુવાનો અવળા રસ્તે ચડી ગયા હશે. ત્યારે હજુ પણ રાજ્યના અનેક શહેરોમાં બહારના રાજ્યમાંથી દારૂ આવી રહ્યો છે, જ્યારે ગાંધીનગરમાં પણ કરોડો રૂપિયાનો દારૂ અન્ય રાજ્યમાંથી પ્રવેશી રહ્યો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. ત્યારે હવે ગુજરાત વિકાસમાં નહીં પણ ઝૂમવામાં નંબર-1 હોવાનો આક્ષેપ વીરજી ઠુમ્મરે કર્યો હતો.