ગાંધીનગર : ચૈત્રી પૂનમના દિવસે હનુમાન જયંતિની ઉજવણી (Hanuman Jayanti 2022) કરવામાં આવે છે. ત્યારે ગાંધીનગરના ડભોડા ગામની વાત કરવામાં આવે તો અંગ્રેજોના સમયમાં પણ ડભોડા હનુમાનજીએ પોતાનો પરચો બતાવ્યો હતો. તેમજ કાળી ચૌદસના દિવસે રેલવે વિભાગ દ્વારા ડભોડા હનુમાનજીને તેલનો ડબ્બો ચઢાવવામાં આવે છે. જે બાબતે કેન્દ્ર સરકારમાં ડભોડા હનુમાન મંદિરના નામે કાયદેસરનું બિલ પણ રજૂ કરવામાં આવતું હોવાની વિગતો સામે આવી છે.
ડભોડા હનુમાનજીના હનુમાન જયંતીના નિમિતે 151 તેલના ડબ્બાનો અભિષેક શુ છે ડભોળા હનુમાનજીનું મહત્વ - ગાંધીનગરથી 20 કિમીના અંતરે ખારી નદીના કિનારે ડભોડા ગામ આવેલું છે. મંદિરના પુજારીએ જણાવ્યું કે, 1200 વર્ષ જૂનું હનુમાનજીનું પ્રાચીન મંદિર છે. પ્રવાસન ધામમાં સમાવેશ સાથે છેલ્લાં ત્રણ વર્ષથી આ મંદિરના થઇ રહેલા જિણોદ્ધારમાં ડભોડીયા હનુમાનજી દાદાનું મંદિર ઐતિહાસિક (Dabhoda Hanuman Temple Hanuman Jayanti) મહત્વ પણ ધરાવે છે. મોગલોના શાસન દરમિયાન પાટણ પર અલાઉદ્દીન ખિલજીએ ચઢાઇ કરતા પાટણના રાજાએ ડભોડાના ગાઢ જંગલમાં આશ્રય લીધો હતો.
આ પણ વાંચો :Hanuman Jayanti 2022 : ભાવનગરના ગોળીબાર હનુમાનજીનું નામ "ગોળીબાર" કેમ ? હનુમાન જયંતિ નિમિતે જાણો મહત્વ
ટીલડી નામની ગાયની અદ્ભુત વાત - પુજારીએ વધુમાં જણાવ્યું કે, જે તે સમયે આ જગ્યા પર દેવગઢનું ગાઢ જંગલ આવેલું હતું. રાજાની ગાયોને પશુધન ચરાવવા માટે ભરવાડો દેવગઢના જંગલમાં આવતાં હતાં. તેમાંથી એક ટીલડી નામની ગાય ગાયોના ટોળા માંથી છુટીને એક નિશ્ચિત જગ્યાએ ઉભી રહી નમન કરતી અને દૂધ જરી જતી હતી. તેમજ સાંજ પડે ગાયોના ટોળામાં (Hanuman Jayanti in Gandhinagar) પાછી આવી જતી હતી. આ બાબતે ભરવાડોએ તપાસ કરી અને રાજાને આ સમગ્ર ઘટનાની જાણ કરી.
ખોદકામ વખતે મળી આવી મૂર્તિ - આ બાબતે રાજાએ જાત તપાસ કરી અને કંઈક ચમત્કાર લાગતા રાજપુરોહિતની સલાહ મુજબ ત્યાં ખોદકામ કરાવ્યું અને ત્યાં હનુમાનજી દાદાની મૂર્તિ મળી આવતા ત્યાં મોટો યજ્ઞ રાખવામાં આવ્યો અને ત્યાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી ડભોડિયા હનુમાનજી મંદિર (Dabhoda Hanuman Temple) તરીકે સ્થાપના થઈ અને માનવ વસવાટ થયો તે ગામ બન્યું જે આજે ડભોડા ગામ તરીકે ઓળખાય છે.
આ પણ વાંચો :Hanuman Jayanti 2022: આ વર્ષે ઉદયતિથિમાં ઉજવવામાં આવશે હનુમાન જયંતિ, જાણો શું છે શુભ મુહૂર્ત
151 તેલના ડબ્બાનો થશે અભિષેક - ડભોડા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે 151 જેટલા તેલના ડબ્બાનો અભિષેક કરવામાં આવશે. ત્યારે અત્યારથી જ શ્રદ્ધાળુઓ દ્વારા તેલના ડબ્બા મંદિર ખાતે દાનમાં આપવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ડભોડાની બાજુમાં રેલ્વે લાઇન પસાર થાય છે. ત્યારે જે તે સમયે રેલવે લાઇન નાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ રેલવે લાઇન નાખી શકાતી ન હતી. ત્યારે રેલ્વે વિભાગને આ મંદિરનો મહિમા ધ્યાનમાં આવ્યો હતો. અને તેઓએ પણ મંદિરમાં પ્રાર્થના કરી હતી. ત્યારથી જ દર કાળી ચૌદસના દિવસે રેલવે વિભાગ દ્વારા તેલનો ડબ્બો (Celebration of Hanuman Jayanti 2022) મંદિરમાં અભિષેક માટે આપવામાં આવે છે.