ગુજરાત

gujarat

ETV Bharat / city

ગરમીથી કંટાળી ઠંડકનો અહેસાસ માણવા પ્રવાસીઓ કાશ્મીર પહોંચ્યા જુઓ વીડિયો - પ્રવાસીઓને નૌકાવિહાર દાલ લેક

કોવિડકાળ પૂર્ણ થતા પ્રવાસન (Kashmir Tourism 2022) સંપૂર્ણ રીતે ખીલી ઊઠ્યું છે. કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી પ્રવાસીઓની (Tourist Rash in Jammu) ભીડ જોવા મળે છે. એવામાં ગુજરાતીઓ ગરમીથી કંટાળીને જમ્મુ કાશ્મીરના પ્રવાસ તરફ વળ્યા છે. જ્યારે જમ્મુના વેપારીઓ કહે છે કે, અહીં પ્રવાસીઓ આવે તો રોજગારી (Employment in Kashmir) મળે. બાકી ત્રાસવાદ જેવું અહીં કંઈ નથી.

ગરમીથી કંટાળી ઠંડકનો અહેસાસ માણવા પ્રવાસીઓ કાશ્મીર પહોંચ્યા જુઓ વીડિયો
દેશમાં ગરમીથી બચવા અને વેકેશન માણવા લોકો જમ્મુ કાશ્મીર ઉમટ્યા

By

Published : May 25, 2022, 4:20 PM IST

Updated : May 25, 2022, 9:19 PM IST

શ્રીનગર: પશ્ચિમના રાજ્યમાં પરસેવા છોડાવતી ગરમી (Heat Waves in Western Region) પડી રહી છે. અમદાવાદ જેવા મહાનગરમાં બપોરના સમયે કુદરતી કર્ફ્યૂ લાગ્યો હોય એવું વાતાવરણ જોવા મળે છે. એવામાં ગરમીથી રાહત મેળવવા માટે ગુજરાતીઓ કાશ્મીરના (Jammu Kashmir Tour 2022) પ્રવાસે ઉપડ્યા છે. માત્ર ગુજરાત જ નહીં મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ (Tourist Traffic in Jammu) કાશ્મીરનો નજારો માણવા માટે પહોંચી રહ્યા છે. જેના કારણે કાશ્મીરની પ્રજાનું ગુજરાન ચાલી રહ્યું છે.

ગરમીથી કંટાળી ઠંડકનો અહેસાસ માણવા પ્રવાસીઓ કાશ્મીર પહોંચ્યા જુઓ વીડિયો

આ પણ વાંચો:પ્રેમનુ પ્રતિક 'તાજ' બન્યુ કમાણીનુ સાધન, 56 વર્ષમાં 250 ગણી વધી ટિકિટની કિંમત

અદભૂત નજારો: શ્રીનગર ખાતે જેમાં શ્રીનગરના દાલ લેક ખાતે અદભુત નજારો જોવા મળ્યો હતો. દેશના અલગ અલગ રાજ્યો માંથી સહેલાણીઓ શ્રીનગર પહોંચ્યા છે. એક બાજુ દેશભરમાં ગરમીનો પારો પરસેવા છોડાવી રહ્યો છે ત્યારે શ્રીનગરમાં 20 થી 22 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. શ્રીનગરના દાલલેકમાં પ્રવાસીઓ શિકારાની મજા માણી રહ્યા છે. સહેલાણીઓ આ મૌસમની મઝા માણતા નજરે પડ્યા હતા. સમગ્ર દાલ લેક 22 કિમીના વિસ્તારમાં છે. જ્યા શિકારામાં બેસીને પ્રવાસીઓ મસ્ત નજારાની મોજ માણે છે.

6000 જેટલી બોટ: સમગ્ર દાલ લેકમાં 6000 જેટલી બોટ (શિકારા) પ્રવાસીઓને નૌકાવિહાર કરાવે છે. અહીંનો પરિવારનું આ જ ધંધા પર ગુજરાન ચાલે છે. કોરોનાના કપરા કાળ બાદ રોજગાર ફરી શરૂ થતા અહીંના લોકો પ્રવાસીઓને દિલથી આવકારી રહ્યા છે. કોવિડના કાળમાં અહીંના લોકોનું ગુજરાન ચાલતું ન હતુ. પણ પ્રવાસન શરૂ થતા સ્થાનિકોના ચહેરા પર રોનક આવી છે. આ ઉપરાંત આ વખતે મૌસમ પણ મસ્ત છે જેથી દિવસે દિવસે પ્રવાસીઓ વધી રહ્યા છે.

આ પણ વાંચો:કેદારનાથમાં ફોટો પડાવતી વખતે આ દિવંગત અભિનેતાને લોકો કરશે યાદ

ખોટી અફવા ન ફેલાવો:કાશ્મીરના વેપારીઓ કહે છે કે, હજુ પણ ઘણા લોકો કહે છે કે, કાશ્મીરમાં ત્રાસવાદ છે. ગમે ત્યાં, ગમે ત્યારે હુમલો થઈ શકે છે. પણ 370ની કલમ દૂર થયા બાદ અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. પ્રવાસીઓ બિલકુલ સુરક્ષિત છે. કોઈ ભયનો માહોલ નથી. એટલે ત્રાસવાદને લઈ જે વાતો થઈ રહી છે અફવા છે. ગુજરાતી પરિવાર મોટી સંખ્યામાં અહીં આ નજારો માણવા માટે પહોંચી રહ્યા છે.

Last Updated : May 25, 2022, 9:19 PM IST

ABOUT THE AUTHOR

...view details