ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસોમાં હવે દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં 24 કલાકમાં 7476 કેસ નોંધાયા છે, અત્યાર સુધીમાં કુલ 8,28,406 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. કોરોનાનો રિક્વરી રેટ હાલમાં 94.59 ટકા પર છે. આજે કુલ 3,30,074 વ્યક્તિઓને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યામાં 37,238 છે, જે પૈકી 34 નાગરિકો વેન્ટીલેટર પર, 37,204 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 10,132 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે, આજના દિવસમાં 3 લોકોના મોત થયા છે.
કયા શહેરમાં કેટલા કેસ?
કોરોનાના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 2861, સુરત શહેરમાં 1988, વડોદરા શહેરમાં 551, વલસાડમાં 189, રાજકોટ શહેરમાં 244, ભાવનગર શહેરમાં 136, સુરત જિલ્લામાં 136, ગાંધીનગર શહેરમાં 135, કચ્છમાં 121, મહેસાણામાં 108, ભરૂચમાં 92, આણંદમાં 88, જામનગર શહેરમાં 82, રાજકોટમાં 75, ખેડામાં 71, નવસારીમાં 69, મોરબીમાં 57, સાબરકાંઠામાં 56, વડોદરામાં 55, ગાંધીનગરમાં 47, જામનગર જિલ્લામાં 47, અમદાવાદ ગ્રામ્યમાં 42, સુરેન્દ્રનગર જિલ્લામાં 42, પંચમહાલમાં 24, જૂનાગઢ શહેરમાં 23, અમરેલીમા 21, બનાસકાંઠામાં 21, મહીસાગરમાં 20, ગીરસોમનાથમાં 19, ભાવનગરમાં 16, દ્વારકામાં 15, દાહોદમાં 9, નર્મદામાં 5, અરવલ્લીમાં 3, જૂનાગઢમાં 3, તાપીમાં 3, ડાંગમાં 1, પોરબંદરમાં 1 એમ કુલ રાજ્યમાં 7476 કેસો સામે આવ્યા છે.
વડોદરામાં આજે કોરોનાના 606 કેસ નોંધાયા
વડોદરામાં કોરોના કહેર વરસયો છે, ત્યારે વડોદરામાં આજે મંગળવારના એક જ દિવસમાં 606 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. આ સાથે વડોદરાના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે.
કચ્છમાં આજે કોરોનાના 121 કેસ આવ્યા સામ્યા