ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 16 પોઝિટિવ કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 164 - કોરોનાના કેસો વધ્યા

ગુજરાત (Gujarat)માં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 કેસ (Corona Cases)નોંધાયા છે. રાજ્યના 33 જિલ્લાઓમાંથી 4 જિલ્લાઓમાં અને 2 કોર્પોરેશનમાં કોરોનાના કેસો નોંધાયા છે. અમદાવાદમાં રવિવારે કોરોનાના એક પણ પોઝિટિવ કેસ (Corona Positive Cases) સામે આવ્યો નથી.

gujarat corona update
gujarat corona update

By

Published : Oct 24, 2021, 8:59 PM IST

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 પોઝિટિવ કેસ નોંધાયા
  • વલસાડ જિલ્લામાં સૌથી વધુ 06 કેસો નોંધાયા
  • અમદાવાદ કોર્પોરેશનમાં એક પણ કેસ નહીં

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ (Corona Cases In Gujarat) એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારે બાદ જૂન-જુલાઈ અને ઓગષ્ટમાં કેસે નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ કાબૂ કરવામાં રાજ્ય સરકાર સફળ નીવડી હતી. જો કે હવે ફરી એકવાર રાજ્યમાં કોરોનાના કેસો (Coronavirus)માં ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે 24 ઑક્ટોબરે પણ સમગ્ર રાજ્યમાં વડોદરા અને સુરત કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે. જો કે આજે રવિવારે અમદાવાદમાં એક પણ કેસ નોંધાયો નથી.

અત્યાર સુધી 6,87,08,106 ડોઝ વેક્સિનેશન કરવામાં આવ્યું

24 ઓકટોબરના રોજ એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 85,082 ને કોરોના રસીના ડોઝ અપાયા છે. આજે રવિવારે ગુજરાતમાં 18થી 45 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 19,406 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 43,396 ને બીજો ડોઝ અપાયો હતો. અત્યાર સુધી ગુજરાતમાં કુલ 6,87,08,106 ડોઝનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં વેન્ટિલેટર પર 5 દર્દી, જ્યારે સ્ટેબલ 159 દર્દીઓ

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, કુલ 164 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 5 વેન્ટિલેટર પર અને 159 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,087 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,16,167 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details