- છેલ્લા 24 કલાકમાં 129 પોઝિટિવ કેસ નોંધાયા
- 507 દર્દીઓ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 2 દર્દીના મોત નિપજ્યા
ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસ ( Gujarat Corona Update )માં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહીના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસ ( Corona Case Gujarat ) માં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે ગુરૂવારે રાજ્યમાં 150થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 129 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે જ્યારે આજે ગુરૂવારે વધુ 507 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2 જેટલા દર્દીના કોરોનાથી મૃત્યુ પણ નોંધાયા છે.
આ પણ વાંચો: બુધવારેછેલ્લા 24 કલાકમાં 138 પોઝિટિવ કેસ, 3 દર્દીના થયા મૃત્યુ
અમદાવાદમાં કોરોના કેસ ઓછા થયા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5000થી વધુ જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે ગુરૂવારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 26 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 45 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે વડોદરામાં 8, સુરતમાં 16 અને રાજકોટમાં 10 કેસ નોંધાયા છે.