- છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવનો આંક 500ની અંદર
- 1,063 દર્દીઓએ કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા
- રિકવરી રેટ વધીને 97.53 ટકા સુધી પહોંચ્યો
ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રવિવારના રોજ કોરોનાની યાદી બહાર પાડવામાં આવી હતી એ મુજબ છેલ્લા 24 કલાકમાં 455 પોઝિટિવ કેસ નોંધાયા છે, કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 500ની અંદર છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ જોવા જઈએ તો 54, બરોડામાં પણ 41 અને સુરતમાં કેસ 71 નોંધાયા છે. અન્ય શહેરોમાં પણ આ આંક ઘટયો છે.
આ પણ વાંચો:Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં 490 પોઝિટિવ કેસ, 06 દર્દીના મોત
આજે 2,34,501 લોકોએ રસી લીધી, ટોટલ 2,02,64,893 લોકોનું રસીકરણ કરાયું
રાજ્ય સરકારની યાદી મુજબ આજે રવીવારે, 2,34,501 વ્યક્તિનું રસીકરણ થયું હતું. રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે નવા વેક્સિનના ડોઝ આવતા 18 વર્ષથી ઉપરના માટે તમામ જિલ્લામાં વેક્સિન પ્રક્રિયા વેગવંતી બનાવી છે. 18થી 45 વર્ષના 1,73,344 લોકોને રસી અપાઈ હતી. 10 જિલ્લાઓ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ રસીકરણ 18 પ્લસના લોકોને આપવાની છૂટ આપતા રસીકરણ વધ્યું છે. અત્યાર સુધી 2,02,64,893 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:Gujarat Corona Update : છેલ્લા 24 કલાકમાં 544 પોઝિટિવ કેસ, 11 દર્દીના થયા મૃત્યુ
10,249 એક્ટિવ કેસમાંથી 253 વેન્ટિલેટર પર જ્યારે 9,996 સ્ટેબલ છે
કોરોનાની વર્તમાન પરિસ્થિતિ જોવા જઈએ તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 10,249 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 9,996 કેસો સ્ટેબલ છે જ્યારે વેન્ટિલેટર પર 253 દર્દીઓ છે. અત્યાર સુધી સરકારની આ યાદી મુજબ 9,997 દર્દીના સારવાર દરમિયાન અત્યાર સુધી દુઃખદ મૃત્યુ નીપજ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,00,075 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 97.53 ટકા સુધી પહોંચ્યો છે.