ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Corona Update: 24 કલાકમાં 25 પોઝિટિવ કેસ નોંધાયા, 16 દર્દીઓ થયાં કોરોનામુક્ત, કુલ એક્ટિવ કેસ 165 - કોરોના પોઝિટિવ કેસો

કોરોના મહામારીને લઇને ગુજરાતમાં સંક્રમણની સ્થિતિ કાબૂમાં છે અને જનજીવન પૂર્વવત દેખાઈ રહ્યું છે. તેવામાં કોરોનાના કેસમાં ધીમો વધારો (Gujarat Corona Update) જોવા મળ્યો છે. જોકે રાજ્યમાં કોરોના પ્રતિરોધક રસીકરણ (Corona Vaccination) મોટાપાયે થયું છે ત્યારે આ વધારો ખાસ ચિંતાજનક ન હોવાનું માનવામાં આવી રહ્યું છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોના પોઝિટિવના (Corona Positive cases) નવા 25 કેસ નોંધાયા છે.

Gujarat Corona Update: 24 કલાકમાં 25 પોઝિટિવ કેસ નોંધાયા, 16 દર્દીઓ થયાં કોરોનામુક્ત, કુલ એક્ટિવ કેસ 165
Gujarat Corona Update: 24 કલાકમાં 25 પોઝિટિવ કેસ નોંધાયા, 16 દર્દીઓ થયાં કોરોનામુક્ત, કુલ એક્ટિવ કેસ 165

By

Published : Oct 22, 2021, 8:37 PM IST

  • રાજ્યમાં કોરોના કેસમાં વધારો, 24 કલાકમાં 25 નવા કેસ આવ્યાં
  • 16 દર્દીઓ કોરોનાને માત આપી , એકપણ દર્દીનું મોત નહીં
  • સમગ્ર રાજ્યમાં ફક્ત 3 કોર્પોરેશન અને 6 જિલ્લામાં કેસ
  • અમદાવાદમાં 04 રાજકોટ 02 સુરતમાં 02 અને જામનગર 00 કેસ

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો (Gujarat Corona Update) જુલાઈ અને ઓગસ્ટમાં કેસ નીચે તરફ આવી રહ્યાં હતાં અને કોરોના સંક્રમણ કાબૂ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી હતી. પરંતુ હવે રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. ત્યારે ઓક્ટોબર માસની 22 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 2 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, રાજકોટ અને સુરત કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે. જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 4 વલસાડ, નવસારી, સુરત અને કચ્છ જિલ્લામાં કોરોના પોઝિટિવના (Corona Positive cases) નવા કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં છે.

રાજ્યના તમામ જિલ્લામાં એક આંકડામાં કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે, સુરત, અમદાવાદ અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસ (Corona Positive cases) નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ વધી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 04 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 03 દર્દીને રજા આપવામાં આવી છે.

આજે 3,21,028 નાગરિકોને વેક્સિન અપાઈ

20 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કુલ 3,21,028 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે જ્યારે 18 વર્ષથી વધુ વયના 52,665 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. 1,78,116 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 6,83,21,998 નાગરિકોનું રસીકરણ (Corona Vaccination) કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 165

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની (Gujarat Corona Update) જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 165 જેટલા એક્ટિવ કેસ છે જેમાં 06 વેન્ટિલેટર પર અને 159 દર્દીઓ સ્ટેબલ છે અને 10,086 કુલ મૃત્યુ સારવાર દરમિયાન નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,16,126 દર્દીઓએ કોરોનાને માત આપી છે.ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે જે ઘણાં દિવસોથી સ્ટેબલ છે.

આ પણ વાંચોઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 15,786 કેસ નોંધાયા, 18,641 સાજા થયા, 231 મોત

આ પણ વાંચોઃ કોર્પોરેશન વિસ્તારમાં 1 વર્ષમાં 1 લાખ 22 હજાર જેટલા બાળકોને ન્યુમોકોકલ કોન્જુગટ વેક્સીન અપાશે

ABOUT THE AUTHOR

...view details