- રાજ્યમાં કોરોનાના 2,252 કેસ સપાટી પર આવ્યા
- કોરનોના કારણે સોમવારે રાજ્યમાં 8 દર્દીના મોત થયા
- સાજા થનારા દર્દીની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો
આ પણ વાંચોઃ ગુજરાત કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં 2,270 પોઝિટિવ કેસ, 294 ડિસ્ચાર્જ
ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સોમવારે રાજ્યમાં કરોનાના રેકોર્ટ બ્રેક 2,252 કેસ સામે આવ્યા છે. જ્યારે સાજા થનારા દર્દીની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.
કોરનોના કારણે સોમવારે રાજ્યમાં 8 દર્દીના મોત થયા રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંતર્ગત રાજ્યમાં આજની તારીખમાં કુલ 12,041 પોઝિટિવ કેસ છે. જેમાંથી 149 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 11,892 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,86,577 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 4,500 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ સુરતમાં 603 કેસ નોંધાયા છે. જે બાદ અમદાવાદમાં 602 નોંધાયા છે. વડોદરામાં 201 અને રાજકોટમાં 198 કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃતહેવાર પહેલા ગોવાના બન્ને જિલ્લાઓમાં કોરોનાનો કહેર, કલમ 144 લાગુ