- Gujarat Corona Update - છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવનો આંક બે હજારની અંદર
- 5,146 દર્દીઓએ કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા
- રિકવરી રેટ પણ 94.40 ટકા સુધી પહોંચ્યો
ગાંધીનગર : રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રવિવારના રોજ કોરોનાની યાદી બહાર પાડવામાં આવી હતી. જે મુજબ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 1,871 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 5,146 દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. અમદાવાદમાં 237 જ્યારે વડોદરામાં 216, સુરતમાં 139 અને રાજકોટમાં 114 કેસ છે. અન્ય મોટા શહેરોમાં 100થી ઓછા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
Gujarat Corona Update - રવિવારના રોજ 1,83,070 વ્યક્તિનું રસીકરણ થયું
આજે રવિવારના રોજ 1,83,070 વ્યક્તિનું રસીકરણ થયું હતું. રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેસન ઝડપી બનાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે નવા વેક્સિનના ડોઝનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. જેમાં રવિવારના રોજ રાજ્યમાં 1,83,070 વ્યક્તિનું રસીકરણ થયું હતું. અન્ય જિલ્લાઓમાં રસીકરણ 18 પ્લસના લોકોને અપાશે, ત્યારે રસીકરણ ડબલ થવાની પણ શક્યતા છે. જ્યારે રવિવારના રોજ 18 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને 10 જિલ્લામાં 1,11,843 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 18 વયથી વધુના 14,78,897નું કોરોના રસીકરણ કરવામાં આવ્યું છે.