ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Congress President on BJP: કોંગ્રેસના નવા પ્રમુખ બનતા જ જગદીશ ઠાકોરે કહ્યું, ભાજપનો ભુક્કો બોલાવી દઈશું - Gujarat Politics News

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની (Gujarat Congress President Jagdish Thakor) પસંદગી કરવામાં આવી છે. ત્યારે તેઓ શુક્રવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. પ્રમુખ બન્યા પછી જગદીશ ઠાકોરે આવતા જ ભાજપ પર આકરા પ્રહાર (Gujarat Congress President on BJP) કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આગામી સમયમાં કોંગ્રેસ ગુજરાતમાં ભાજપનો ભુક્કો બોલાવી દેશે. તેમના આ નિવેદનથી હવે રાજકારણ ગરમાયું છે.

Gujarat Congress President on BJP: કોંગ્રેસના નવા પ્રમુખ બનતા જ જગદીશ ઠાકોરે કહ્યું, ભાજપનો ભુક્કો બોલાવી દઈશું
Gujarat Congress President on BJP: કોંગ્રેસના નવા પ્રમુખ બનતા જ જગદીશ ઠાકોરે કહ્યું, ભાજપનો ભુક્કો બોલાવી દઈશું

By

Published : Dec 4, 2021, 8:59 AM IST

  • ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખનો હુંકાર
  • ભાજપનો ભુક્કો બોલાવવા કોંગ્રેસ આવી ગયું છેઃ પ્રમુખ
  • રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગુજરાતી કોંગ્રેસનો આભારી છુંઃ જગદીશ ઠાકોર

ગાંધીનગરઃ રાષ્ટ્રીય કોંગ્રેસે (Delhi Congress High Command) ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે જગદીશ ઠાકોરનું (Gujarat Congress President Jagdish Thakor) નામ જાહેર કર્યું હતું. ત્યારબાદ જગદીશ ઠાકોર જૂથમાં ઉત્સાહ અને જુસ્સો જોવા મળ્યો હતો. તો બીજી તરફ જગદીશ ઠાકોરે પ્રમુખ (Gujarat Congress President on BJP) બન્યા પછી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ભાજપમાં ભાઉ છે. હવે કોંગ્રેસ ભાઈને લઈને આગળ વધશે, જે વર્ષ 2022ના પરિણામો બતાવશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ હાઈકમાન્ડ (Delhi Congress High Command), ગુજરાત કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતના નાગરિકોએ મને પ્રમુખ પદની જવાબદારી સોંપી છે. તેના માટે થઈ હું ગુજરાત કોંગ્રેસ પરિવાર અને ગુજરાતની જનતા વતી થઈ રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો આભાર વ્યક્ત કરું છું.

ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખનો હુંકાર

આ પણ વાંચો-ગુજરાત કોંગ્રેસની ટીમ સાથે મળીને કોંગ્રેસને વધુ મજબૂત બનાવીશું: જગદીશ ઠાકોર

ગુજરાતમાં રાજકારણની ધરતી અને ભાજપની રણનીતિને સારી રીતે ઓળખું છુંઃ જગદીશ ઠાકોર

જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં રાજનીતિ સંપૂર્ણ પાયામાં ગળી ગઈ છે. ત્યારે બૂથ અને વોર્ડના કાર્યકર થકી આટલે સુધી હું આ પદ પર આવ્યો છું. હું ગુજરાત રાજકારણની (Gujarat Politics News) ધરતીને પણ ઘણી સારી રીતે ઓળખું છું. સાથે જ ભાજપની ભાજપની રણનીતિને પણ ઓળખું છું. કોંગ્રેસની તાકાતને પણ સારી રીતે ઓળખું છું. કોંગ્રેસ કાર્યકરો સાથે 27 વર્ષ દરમિયાન કિન્નાખોરી અને કયા પ્રકારનું વર્તન થયું છે. ત્યારે આ બધું જોઈને કોંગ્રેસ પાર્ટીને મજબૂત રીતે આગળ લઈ જવાની દિશામાં કામ કરીશું.

આ પણ વાંચો-ગુજરાતમાં કોંગ્રેસ માટે સાનુકૂળ પરિસ્થિતિ હોવાથી પ્રમુખ પદે નામ જાહેર: રઘુ શર્મા

ભાજપનો ભુક્કો બોલાવી નાખવાના છીએઃ નવનિયુક્ત પ્રમુખ

જગદીશ ઠાકોરે પ્રમુખ (Gujarat Congress President Jagdish Thakor) બન્યા પછી તરત જ ભાજપ પર આકરા પ્રહાર (Gujarat Congress President on BJP) કરી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત તાકાત સાથે નીકળવાની છે. કેટલી બેઠક જીતશો તેવા પ્રશ્નના જવાબમાં જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, બેઠકોનો લક્ષ્યાંક મુકો, પરંતુ કોંગ્રેસ આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભુક્કો બોલાવી નાખવાની છે.

ABOUT THE AUTHOR

...view details