- કેબિનેટ બેઠકમાં મહત્ત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા
- માછીમારોને રાહત પેકેજનો લાભ અપાશે
- આવતી કાલે વાયબ્રન્ટને લઈને મુખ્યપ્રધાન દુબઈ જશે
- પંચાયત હસ્તકના રૂા.426.63 કરોડના કામોને મજૂરી અપાઈ
ગાંધીનગર : Gujarat Cabinet Meeting માં લેવાયેલા મહત્ત્વના નિર્ણય પૈકી મુખ્યપ્રધાન રાહત ફંડમાંથી સહાય (CM Relief Fund) મંજૂર કરવા આવક મર્યાદા રૂ. 1 લાખથી વધારી રૂ. 4 લાખ કરવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત તાજેતરમાં અરબી સમુદ્રમાં 1 ડિસેમ્બરના મધ્યરાત્રિએ દરિયા કિનારાના ભાગોમાં થયેલા નુકશાન પેટે પણ વળતર 25 કરોડનું નુકશાન થયેલું છે જેમાં અલગ અલગ નુકશાન સહાય પેકેજ (Increased relief for fishermen) આજે જાહેર કર્યું હતું. આ સાથે પ્રવક્તાપ્રધાને ગ્રામ પંચાયત ચૂંટણીઓમાં સમરસ પંચાયતો વિશે વિગતો આપી હતી.
1494.21 કરોડના કામોને મંજૂરી અપાઇ
ગુજરાત સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદીએ ઉમેર્યુ કે, રાજ્યના માર્ગ વિકાસ ક્ષેત્રે (Road Development and Repairs in Gujarat) વધુને વધુ વિકાસ કામો હાથ ધરીને જનસુખાકારી પુરી પાડવા માટે આજે રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં (Gujarat Cabinet Meeting) રૂા. 1494.21 કરોડના કામોને મંજૂરી આપી છે જેમાં પંચાયત હસ્તકના રૂા.426.63 કરોડના જોબ નંબર, કોઝ વે માટે રૂા..460.60 કરોડ, પરા જોડાણ માટે રૂા.434.24 કરોડના કામો તથા રાજ્ય રસ્તા, વાઇડનીંગ, રોડ રીસરફેસીંગ માટે રૂા.472.74 કરોડના કામોની મંજુરી આપવામાં આવી છે.
દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાના કારણે 25 કરોડનું નુકશાન થયું
તાજેતરમાં અરબી સમુદ્રમાં 1 ડિસેમ્બરના મધ્યરાત્રિએ દ. ગુજરાત રાજ્યના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાના કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે નુકશાન થયું છે. હાલમાં ગુજરાત રાજયમાં માછીમારી વ્યવસાયમાં 17557 નાની બોટો તથા 12159 મોટી બોટ મળી કુલ 29716 બોટો સંકળાયેલ છે. આ બોટો પૈકી 4 નાની બોટોને તથા 46 મોટી બોટોને આંશિક નુકશાન થયું . આમ કુલ 50 બોટોને તેમજ માછીમારી જાળ, અન્ય સાધન સામગ્રીને અંદાજે રૂ .25 કરોડનું નુકશાન થયું છે. જેમને આ રાહત પેકેજનો (Increased relief for fishermen) લાભ આપવા સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય (Gujarat Cabinet Meeting) લેવામાં આવેલો છે.
આ રીતે સહાય અપાશે
બોટ જાળ, સાધન સામગ્રીને થયેલ નુકશાન સામે સહાય પેટે થયેલા નુકશાનના 50 ટકા અથવા રૂ . 35,000- સુધી સહાય બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે. અશંત નુકશાન પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલનેટર બોટના કિસ્સામાં તેની નુકશાની અંદાજના 50 ટકા અથવા રૂ. 2.00 લાખ બેમાંથી જે ઓછુ હોય તે ઉચ્ચક સહાય (Increased relief for fishermen) મળવાપાત્ર થશે, નાની બોટના કિસ્સામાં તેની નુકશાની અંદાજના 50 ટકા અથવા રૂ . 35000 બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે. પૂર્ણ નુકશાન પામેલ નાની બોટમાં 50 ટકા અથવા રૂ . 75 હજાર, પૂર્ણ નુકશાન પામેલ ટ્રોલર, ડોલનેટર ગીલનેટર બોટના કિસ્સામાં તેની નુકશાની અંદાજના 50 ટકા અથવા રૂ . 5 લાખ બેમાંથી જે ઓછુ હોય તે ઉચ્ચક સહાય મળવાપાત્ર થશે. તેમ અલગ અલગ નુકશાની પેટે ચૂકવાશે.
મુખ્યપ્રધાન રાહત ફંડમાંથી સહાય મંજૂર રૂ. 1 લાખ હતી તે વધારીને રૂ. 4 લાખ કરાઈ
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યની માન્ય હોસ્પિટલ અને માન્ય રોગ માટે મુખ્યપ્રધાન રાહત ફંડમાંથી (CM Relief Fund) સહાય મંજૂર કરવા આવક મર્યાદા જે વર્ષ 2001માં રૂ. 1 લાખ હતી તે વધારીને રૂ. 4 લાખ કરવાનો સંવેદનશીલ નિર્ણય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના મહતમ લોકો મુખ્યપ્રધાન રાહત ફંડમાંથી સહાયનો લાભ (Gujarat Cabinet Meeting) લઈ શકશે.