ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Budget 2022: બજેટ જાહેર થતાં પહેલા ભાજપના ધારાસભ્યોની મળી બેઠક

બજેટ (Gujarat Budget 2022) રજૂ થતાં પહેલા BJPના ધારાસભ્યોની બેઠક મળી હતી. ભાજપે પોતાના ધારાસભ્યો માટે વ્હીપ જાહેર કર્યું હતું. બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના તમામ ધારાસભ્યો, પ્રધાનો, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ દંડક પંકજ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat Budget 2022: બજેટ જાહેર થતાં પહેલા ભાજપના ધારાસભ્યોની મળી બેઠક
Gujarat Budget 2022: બજેટ જાહેર થતાં પહેલા ભાજપના ધારાસભ્યોની મળી બેઠક

By

Published : Mar 3, 2022, 2:12 PM IST

ગાંધીનગર: વિધાનસભામાં બજેટ (Gujarat Budget 2022) રજૂ કરતા પહેલા પરંપરા પ્રમાણે આજે શાસક પક્ષની બેઠક યોજાઈ હતી. વિધાનસભામાં પહેલા જ દિવસે (Gujarat assembly budget session) વિરોધ પક્ષે શાસક પક્ષને ઘેરવાની કોશિશ કરી હતી. ભાજપે પક્ષના ધારાસભ્યો માટે વ્હીપ્ જાહેર (Whip For BJP MLAs In Gujarat) કર્યું હતું, જેમાં ગૃહમાં યોજાતી ચર્ચામાં ભાજપના દરેક ધારાસભ્યએ ફરજિયાત હાજરી આપવા જણાવાયું હતું.

આ બજેટ સર્વાંગી વિકાસનું બજેટ હશે.

આ પણ વાંચો:નાણાં પ્રધાન કનુ દેસાઈએ કહ્યું, "આ સરકારનું છેલ્લું બજેટ, દરેક સમાજને સુખાકારી આપનારુ"

બેઠકમાં તમામ પ્રધાન હાજર

આ બેઠક (BJP Meeting In Gandhinagar)માં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના તમામ ધારાસભ્યો, પ્રધાનો, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ દંડક પંકજ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ બાબતે પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી (Jitu Vaghani In Gujarat Assembly) એ જણાવ્યું હતું કે, આ બજેટ તે સર્વાંગી વિકાસનું બજેટહશે. જેને નાણાપ્રધાન કનુ દેસાઈ રજૂ કરશે. કોંગ્રેસ બજેટ જેવા મહત્વના મુદ્દાને લઈને પણ સકારાત્મક દેખાતી નથી. એટલે જ સત્યાવીસ વર્ષથી કોંગ્રેસને ગુજરાત (Congress In Gujarat)ની જનતાએ સત્તાની બહાર રાખી છે.

આ પણ વાંચો:Gujarat Budget 2022: બજેટ પહેલા જ વિપક્ષનો હોબાળો, વિધાનસભા બહાર ધરણા

કોંગ્રેસે રાજ્યપાલની ગરીમા ન જાળવી

પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યપાલના પ્રવચન દરમિયાન હોબાળો મચાવીને તેમની ગરિમાનું હનન કર્યું છે. તેમણે રાજ્યપાલના પ્રવચનની બૂક પણ વાંચી નથી.

ABOUT THE AUTHOR

...view details