ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Budget 2022: CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું - સમાજના તમામ વર્ગોને આવરી લેતું આ બજેટ ઐતિહાસિક - પશુ સંરક્ષણ અને સંવર્ધન ગુજરાત

ગુજરાત સરકારના નાણાંકીય વર્ષ 2022ના બજેટ (Gujarat Budget 2022) વિશે CM ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સમાજના તમામ વર્ગોને આવરી લેતું આ બજેટ ઐતિહાસિક સિદ્ધ થશે. તેમણે જણાવ્યું કે આ બજેટ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરશે.

Gujarat Budget 2022: CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું - સમાજના તમામ વર્ગોને આવરી લેતું આ બજેટ ઐતિહાસિક
Gujarat Budget 2022: CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું - સમાજના તમામ વર્ગોને આવરી લેતું આ બજેટ ઐતિહાસિક

By

Published : Mar 3, 2022, 9:48 PM IST

ગાંધીનગર: રાજ્યના નાણાંપ્રધાન કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભાગૃહમાં નાણાંકીય વર્ષ 2022નું બજેટ (Gujarat Budget 2022) રજૂ કર્યું છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નાણાંપ્રધાન કનુ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં વર્ષ 2022-23 માટે રજૂ કરેલા રાજ્યના બજેટને સંતુલિત, સર્વગ્રાહી, સર્વસમાવેશી અને સૌ સમાજ વર્ગોના ઉન્નત વિકાસની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતું પ્રજાલક્ષી બજેટ ગણાવ્યું છે.

CMએ રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતું પ્રજાલક્ષી બજેટ ગણાવ્યું.

તમામ સમાજને આવરી લેતું બજેટ

CM ભૂપેન્દ્ર પટેલે 'બહુજન હિતાય બહુજન સુખાય'ના કેંદ્રીય વિચાર સાથે સમાજના તમામ વર્ગોને આવરી લેતું આ બજેટ ઐતિહાસિક સિદ્ધ થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ (Azadi ka amrut mahotsav) ઉજવી રહ્યો છે, ત્યારે આ બજેટ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ (Atmanirbhar bharat abhiyan)ના સંકલ્પને સાકાર કરશે એવો વિશ્વાસ પણ તેમણે દર્શાવ્યો છે. દેશના ગ્રોથ એન્જિન ગુજરાતનું આ બજેટ ખેડૂતો, યુવારોજગારી, સાગરખેડૂ, વનબંધુ, ગરીબો, વંચિતો સહિત સૌ સમાજ-વર્ગોના સર્વગ્રાહી ઉત્થાનની અનેક યોજનાઓ (Schemes For Farmers In Gujarat) સાથેનું બજેટ છે.

આ પણ વાંચો:Gujarat Budget 2022: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 4,782 કરોડ રૂપિયાની જોગવાઈ

ગત વર્ષ કરતા વધુ બજેટ

CM ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતાં 17 હજાર કરોડના વધારા સાથે 2 લાખ 44 હજાર કરોડનું આ બજેટ ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું (Largest budget in the history of Gujarat) અને કોઇ જ નવા કરવેરા વિનાનું પૂરાંતવાળું વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં સૂર પુરાવતું બજેટ છે. જ્યારે ખેડૂતોને વાવણીથી વેચાણ સુધી ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ (Affordable prices of farm produce) મળે એ માટે આ બજેટમાં ખાસ કાળજી લેવામાં આવી છે. ખેડૂતોને વીજ સબસીડી તેમજ કચ્છ જેવા વિસ્તારોને સિંચાઇ માટેની સુવિધાઓ (Irrigation facilities in Gujarat)નો પણ આ બજેટમાં ખ્યાલ રાખ્યો છે તેની ભૂમિકા આપી હતી.

ખેડૂતો માટે બજેટમાં જોગવાઈઓ

CM ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન (natural farming In Gujarat), મધક્રાંતિ માટે ખેડૂતોને સહાય, ધરતીપૂત્રોને રવિ તેમજ ઉનાળુ પાક માટે વ્યાજ સહાયની યોજના વગેરે ખેડૂતલક્ષી બજેટની જોગવાઇઓનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, ખેડૂતોના હિતોને વરેલી રાજ્ય સરકારે બજેટમાં ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીના પ્રોત્સાહક પગલા લીધા છે. ઉપરાંત ગૌ, ગંગા, ગીતા અને ગાયત્રીની ભારતીય સંસ્કૃતિનો ઉલ્લેખ કરી ગૌધન સંરક્ષણ અને સંવર્ધન (Cattle conservation and breeding Gujarat) માટેની ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’ને આવકારી આ યોજનાથી પાંજરાપોળ ગૌશાળામા રહેલા પશુઓ ગૌ વંશની નિભાવ જાળવણીમાં નવું બળ મળશે તેવો મત વ્યક્ત કર્યો હતો.

યુવાધન માટે જોગવાઈઓ

CM ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાધનને માઇન્ડ ટુ માર્કેટના કન્સેપ્ટથી ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતા (Innovation and entrepreneurship In Gujarat) માટે પ્રોત્સાહિત કરવા માટે 5 વર્ષ માટે 300 કરોડ અને તેમાં આગામી વર્ષે 60 કરોડનું પ્રાવધાન બજેટમાં કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં PM મિત્ર યોજના અન્વયે અદ્યતન સુવિધા ધરાવતો ટેક્ષટાઇલ પાર્ક, મોરબીમાં વૈશ્વિક કક્ષાની સગવડતાવાળા ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક, કૌશલ્ય વિકાસ માટે નવું કમિશનરેટ સ્થાપવાના આયોજન અને યુવાનોને તાલીમબદ્ધ કરવા 51 નવા ભવિષ્યલક્ષી અભ્યાસક્રમ શરૂ કરવા માટેની બજેટરી જોગવાઇઓની પ્રશંશા કરી હતી.

આ પણ વાંચો:Revenue Department in Gujarat Budget 2022 : કુલ 4394 કરોડ રુપિયાની જોગવાઇ, ગ્રામીણ વિસ્તારમાં જમીન માપણી માટે ડ્રોનનો ઉપયોગ

મધ્યમ વર્ગ માટે જોગવાઈઓ

CM ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્ય અને પોષણને સુદ્રઢ કરવા ‘સુપોષિત માતા, સ્વસ્થ બાળક’ યોજના આ બજેટમાં લાવ્યા છીએ. સગર્ભા મહિલા-બાળકોના પોષણ માટે 1 હજાર દિવસ સુધી કુટુંબ દીઠ પ્રતિમાસ 1 કિલો તુવેરદાળ, 2 કિલો ચણા, 1 લીટર ખાદ્યતેલ વિનામુલ્યે આપવાથી ‘હજાર દિવસની કાળજી, મા-બાળક જીવનભર રહે રાજી’ એ ધ્યેય સિદ્ધ થશે. આદિજાતિ વિસ્તારોમાં સગર્ભા માતાઓને પૂરક પોષણ માટેની ‘પોષણ સુધા યોજના’નો વ્યાપ વધારી વધુ 72 તાલુકામાં અમલી બનાવવા 118 કરોડ રૂપિયા આ હેતુસર ફાળવ્યા છે, જ્યારે આદિજાતિ વિસ્તારોમાં ઓનલાઇન બેન્કિંગ, ઇ-કોમર્સ, ઓનલાઇન શિક્ષણ વગેરે માટે 2 વર્ષમાં 500 નવા મોબાઇલ ટાવર્સ ઊભા કરવા રૂ. 100 કરોડ ફાળવ્યા છે. 25 બિરસામુંડા જ્ઞાનશક્તિ રેસિડેંસિયલ સ્કુલ ઓફ એક્સલન્સ, આદિજાતિ યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતાને વેગ આપવા 8 નવા MSME GIDC એસ્ટેટની રચના કરવાની જોગવાઇઓ વનબંધુને વિશ્વબંધુ બનાવવવાની રાજ્ય સરકારની નેમ પાર પડશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

સાગર ખેડૂતો માટે જોગવાઈઓ

1600 કિમી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતના સાગરખેડૂ બાંધવો, માછીમાર ભાઇઓ અને પશુપાલકોને કૃષિ સમકક્ષ ટૂંકી મુદ્દતના ધિરાણ પર વ્યાજ રાહત અપાશે. સાગરખેડૂઓ માટે આ હેતુસર 75 કરોડ રૂપિયાની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે. માછીમાર ભાઇઓને બોટ માટે મળતા રાહત દરના ડિઝલની મર્યાદામાં દરેક સ્તરે 2 હજાર લિટરનો વધારો અને હાઇસ્પીડ ડિઝલ બોટ રાહત યોજના માટે 230 કરોડનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે. રાજ્યના 5 નવા બારમાસી બંદરોના વિકાસ અને મત્સ્યોદ્યોગ કેન્દ્રોના નિર્માણ યોજના માટે 201 કરોડ રૂપિયા ફાળવાશે.

ABOUT THE AUTHOR

...view details