ગાંધીનગર:ગુજરાત વિધાનસભા 2022ની (Gujarat Assembly Elections 2022) ચૂંટણી ગણતરીના જ મહિનાઓ બાકી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા માર્ચના રોજ 14મી વિધાનસભાનું અંતિમ બજેટ રજૂ કરવામાં આવશે, ત્યારે ભાજપ પક્ષ દ્વારા આદિવાસી સમાજને ધ્યાનમાં લઈને બજેટમાં વનબંધુ યોજના ભાગ 2ની (Vanbandhu Yojana Part 2) જાહેરાત કરી શકાય તેવી પણ શક્યતાઓ સેવાય રહી છે. આ બજેટમાં આદિવાસી વિસ્તારને ધ્યાનમાં રાખીને વનબંધુ યોજના જાહેર કરવામાં આવે તો 27 વિધાનસભા બેઠક પર અસર થઈ શકે છે.
આ પણ વાંચો:ગુજરાતમાં ચૂંટણી પહેલાં પક્ષો કોમી હિંસા અને પાકિસ્તાન મુદ્દાની રાજનીતિ કરે છે તે કેટલી યોગ્ય
વિધાનસભા બજેટ દરમિયાન વનબંધુ યોજના ભાગ-2ની જાહેરાત થઈ શકે
ગુજરાત વિધાનસભાની કુલ 182 વિધાનસભાની બેઠક પછી કોઈ 27 વિધાનસભા બેઠક પર આદિવાસી વિસ્તાર ગણાતા પ્રભુત્વ છે, ત્યારે 27 વિધાનસભા બેઠક હાંસલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આ ખાસ તૈયારીના ભાગરૂપે વિધાનસભા બજેટ દરમિયાન કુલ ચાર પરગના વનબંધુ યોજના ભાગ 2ની જાહેરાત થઈ શકે છે. આ ઉપરાંત વિધાનસભાના બજેટ સત્રમાં આદિવાસી સમાજને પડતી મુશ્કેલીઓ અને પડતર પ્રશ્નોનું પણ સમાધાન બાબતે મહત્વની જાહેરાતો પણ બજેટ સત્ર દરમિયાન થઈ શકે છે.