- વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ
- ગુજરાત પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવે(Bhupendrasinh Yadav)સંગઠન અને સરકારના આગેવાનો સાથે યોજી બેઠક
- ગોરધન ઝાડફિયા અને કૌશિક પટેલ રહ્યા હાજર
ગાંધીનગર: ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક 5 જૂનના રોજ યોજાયા બાદ ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ(Bhupendrasinh Yadav ) ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ પર છે. ગઈકાલે એટલે કે 11 જૂનના રોજ યાદવે કમલમ ખાતે સરકાર અને સંગઠન વચ્ચે બેઠક યોજી હતી. ત્યારબાદ આજે વહેલી સવારથી જ ગાંધીનગર ખાતે સરકારી બંગલામાં સરકાર અને સંગઠનના આગેવાનો સાથે વન-ટુ-વન બેઠકનો દોર શરૂ થયો છે.
આ પણ વાંચોઃGST પરિષદની આજે બેઠક, કોરોનાની સારવાર સાથે જોડાયેલા સાધનો સસ્તા થવાની સંભાવના
ગુજરાતમાં પણ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં ગુજરાત, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ જેવા રાજ્યોમાં આવનારી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ચર્ચા થઈ હતી. તે અંતર્ગત હવે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ગુજરાતમાં પણ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તૈયારીઓ
કોરોનાના સમયગાળા દરમિયાન એટલે કે, 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે મતદારોનો મિજાજ કેવો છે અને લોકો કઈ તરફ વિચારી રહ્યા છે, તેનું સંકલન અને આયોજન કરવા બાબતે ગુજરાતના ભાજપ પ્રભારી યાદવ(Bhupendrasinh Yadav) ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ પર છે, ત્યારે આજે બીજા દિવસે તેઓએ સંગઠનના અને સરકારના અમુક આગેવાનો સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી. જેમાં સંગઠનમાંથી ગોરધન ઝડફિયા અને સરકારમાંથી મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ બેઠકમાં હાજર રહ્યા હતા.