ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Assembly Election 2022: રાજ્યમાં મતદારોની સંખ્યામાં મોટો વધારો, કુલ 4,84,72,764 મતદારો કરી શકશે માતાધિકારનો ઉપયોગ - ગુજરાતમાં પુરૂષ મતદારો

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (voter list reform program 2021) અંતર્ગત રાજ્યમાં કુલ 16,46,042 નવા મતદારો (New Voters In Gujarat)નો સમાવેશ થયો છે. ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી (Gujarat Assembly Election 2022)માં કુલ 4,84,72,764 મતદારો પોતાના માતાધિકારનો ઉપયોગ કરી શકશે.

Gujarat Assembly Election 2022: રાજ્યમાં મતદારોની સંખ્યામાં મોટો વધારો, કુલ 4,84,72,764 મતદારો કરી શકશે માતાધિકારનો ઉપયોગ
Gujarat Assembly Election 2022: રાજ્યમાં મતદારોની સંખ્યામાં મોટો વધારો, કુલ 4,84,72,764 મતદારો કરી શકશે માતાધિકારનો ઉપયોગ

By

Published : Jan 5, 2022, 7:50 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)માં હવે 10 મહિના આસપાસનો સમય બાકી છે, ત્યારે વર્ષ 2022ના નવેમ્બર-ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. રાજ્ય ચૂંટણી પંચ (state election commission gujarat) દ્વારા નવા મતદારો (New Voters In Gujarat)ને ધ્યાનમાં લઈને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (voter list reform program 2021) 1 નવેમ્બર 2021માં જાહેર કરવામાં આવ્યો હતો, જે 5 જાન્યુઆરી 2020 ના રોજ પૂર્ણ કરવામાં આવ્યો છે.

કુલ 11,15,312 મતદારોની સંખ્યામાંનેટ વધારો

મતદારયાદી સુધારણા પહેલા નોંધાયેલા મતદારો 4,73,57,452
નવા ઉમેરાયેલા મતદારો 16,46,042
કમી થયેલા મતદારો 5,30,740
મતદારોની સંખ્યામાં થયેલ નેટ વધારો 11,15,312

GARUDA એપનો થયો ઉપયોગ

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નવા મતદારોની માહિતી મેળવવા અને મતદાર યાદીમાં સુધારા કરવા માટે ગરૂડા એપ્લિકેશન (garuda application for state election commission) પણ બનાવવામાં આવી હતી. ગરૂડા એપ્લિકેશનનો ઉપયોગ કરીને નાગરિકોની મતદાર યાદીમાં નોંધણી (Registration in voter list gujarat)ની પ્રક્રિયાની એપ્લિકેશન ઉપર ઓનલાઇન કરવા માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે બુથ લેવલ અધિકારીઓ દ્વારા આ એપ્લિકેશનનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:Gujarat Assembly Election 2022: કમલમમાં ભાજપની બેઠક આગામી ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા

4,84,72,764 મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યમાં કુલ 4,84,72,764 પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 16,46,052 ઉમેદવારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

કયા વય જૂથના લોકોનો સમાવેશ થયો

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડા પ્રમાણે આ સુધારણા કાર્યક્રમ દરમિયાન કુલ 11,15,312 મતદારોનો નેટ વધારો થયો છે, જેમાં 18થી 19 વર્ષ સુધીના કુલ 6,51,075 મતદાર, જ્યારે 20થી 29 વર્ષની વયજૂથના કુલ 6,52,274 નાગરિકોની મતદાર તરીકે નોંધણી કરવામાં આવી છે. છેલ્લે પ્રસિધ્ધ કરવામાં આવેલી મતદારયાદીમાં કુલ 2,50,86,028 પુરુષ મતદારો (Male voters in gujarat), 2,33,85,448 મહિલા મતદારો (Women voters in gujarat) તથા 1,288 ત્રીજી જાતિના મતદારો મળીને કુલ 4,84,72,764 મતદારો નોંધાયા છે.

આ પણ વાંચો:Gujarat Assembly Election 2022: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ચૂંટણી પહેલા રાજ્યના તમામ જિલ્લાનો કરશે પ્રવાસ

ABOUT THE AUTHOR

...view details