ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ( Gujarat Assembly 2022)માં આજે રાજ્યકક્ષાના ગૃહપ્રધાને ગુજરાત જાહેર સલામતી અમલીકરણ વિધેયક (Public Safety Implementation Bill Gujarat) રજૂ કર્યું હતું. રાજ્યની જાહેર સલામતી (Public safety In Gujarat)ના પગલાંના અમલીકરણ માટે રાજ્યની તમામ ખાનગી અને સરકારી સંસ્થાઓના પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોએ તથા જે-તે સંસ્થાઓના પાર્કિંગ વિસ્તાર ખાતે CCTV સર્વેલન્સ રાખવાનું વિધેયક (CCTV surveillance In Gujarat) વિધાનસભાગૃહમાં પસાર કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવશે- આ વિધેયક પાસ થતાં હવે અનેક પ્રકારના નિયમો લાગુ કરવામાં આવશે. પક્ષ અને વિપક્ષ દ્વારા ચર્ચા કર્યા બાદ સર્વ સંમતિ સાથે બિલ વિધાનસભાગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. હવે આ નવો નિયમ વિગતવાર રાજ્ય સરકાર દ્વારા ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. રાજ્યની તમામ ખાનગી અને સરકારી સંસ્થાઓ (CCTV In Government Institution), મોટી કંપનીઓ અને તમામ જગ્યા ઉપર CCTV સર્વેલન્સ રાખવાની વાત કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પાર્કિંગમાં CCTV સર્વેલન્સ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાના રહેશે. સાથે જ CCTVની અંદરના તમામ વિડીયો ફૂટેજ જ ફરજિયાત 30 દિવસ સુધી રાખવાના રહેશે.
રાજ્ય સરકાર દ્વારા સલામતી સમિતિ રચવામાં આવશે- ગુજરાત વિધાનસભાગૃહમાં જાહેર સલામતી અમલીકરણ વિધેયક પસાર કરવામાં આવ્યું છે. આ અમલીકરણનો ગુજરાત રાજ્યની અંદર સફળતાપૂર્વક અમલ થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર અધિનિયમના હેતુ માટે 1 અથવા તેથી વધુ વિસ્તારો માટે જાહેર સલામતી સમિતિ (Public Safety Committee Gujarat)ની રચના કરશે. જાહેર સલામતી સમિતિ અધિનિયમ હેઠળ સંસ્થાના રેકોર્ડિંગ આપવાના રહેશે. જોખમ સામે સંસ્થાઓની મુલાકાત લઇ શકાશે. સંસ્થાઓને જાહેર સલામતીના પગલાં સંબંધિત સૂચના આપી શકાશે.
જો સિસ્ટમ નહીં ઇન્સ્ટોલ થાય તો શું?-ગુજરાત વિધાનસભાગૃહમાં આજે ગુજરાત જાહેર સલામતી અમલીકરણ વિધેયક પસાર કરવામાં આવ્યું છે તે અંતર્ગત તમામ સંસ્થાઓએ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ અને પાર્કિગમાં CCTV રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સંબંધિત વિસ્તારને જાહેર સલામતી સમિતિ યોગ્ય રીતે અધિકૃત કરેલા સરકારના કોઈ અધિકારી ઓછામાં ઓછા 2 દિવસની નોટિસ આપ્યા પછી દિવસના વ્યાજબી કલાકો દરમિયાન ઇન્સ્ટોલેશનની તપાસ માટે કોઇ સંસ્થાની કોઈપણ જગ્યામાં પ્રવેશ કરી શકશે. સાથે જ તપાસ અહેવાલનું પાલન કરવામાં કોઇ સંસ્થા નિષ્ફળ જાય તો તેવા કિસ્સામાં તેવી સંસ્થા ચલાવતાં માલિક અથવા મેનેજર અથવા વ્યક્તિઓ પાસે નાણાકીય દંડની જોગવાઇ પણ કરવામાં આવી છે. જેમાં કસૂરના પ્રથમ મહિના માટે 10 હજાર અને પછીના મહિનાઓ માટે 25,000 દર મહિને દંડ વસૂલ કરવામાં આવશે.