ગાંધીનગર: રાજ્યમાં અને ખાદ્યતેલ (edible oil brokers in gujarat) અને ખાદ્યાન્નના ભાવ (price of food grains in gujarat) દિનપ્રતિદિન વધતાં જાય છે. ત્યારે આશ્ચર્યજનક બાબત વિધાનસભામાં (Gujarat Assembly 2022) પ્રકાશમાં આવી છે કે, છેલ્લા 2 વર્ષમાં સરકારી અધિકારીઓએ તેલિયા રાજાઓને ત્યાં ફક્ત 70 જ દરોડા (Raid On Edible Oil Traders) પાડ્યા છે. જ્યારે રાજ્યના 12 જિલ્લામાં એક પણ દરોડો પાડવામાં આવ્યો નથી.
આ પણ વાંચો:Gujarat Assembly 2022: યુક્રેનથી બહાર નીકળવા માટે પાકિસ્તાની વિદ્યાર્થીઓએ પણ ઉઠાવ્યો ત્રિરંગો
આટલી કિંમતનું તેલ પકડ્યું?
70 દરોડા (Raids In Gujarat)માં કુલ 7,59,764 કિલો તેલ રાજ્યસાત કરાયેલું છે. જેની કિંમત 1,36,89,992 રૂપિયા જેટલી થાય છે. દરોડા પડાયેલા જિલ્લામાં અમદાવાદ (Raid On Edible Oil Broker In Ahmedabad), ખેડા, છોટાઉદેપુર, પંચમહાલ, ગીર-સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, સુરત, બોટાદ, ગાંધીનગર, નવસારી, રાજકોટ, કચ્છ, અરવલ્લી, અમરેલી, જૂનાગઢ, પાટણઅને તાપીનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ દરોડા સુરત અને અમરેલીમાં તેમજ ગીર-સોમનાથમાં પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો:Gujarat Assembly Session 2022: કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશનું સસ્પેન્શન પાછું ખેંચાયું, આજથી ગૃહમાં રહી શકશે હાજર
કયા જિલ્લામાં એક પણ દરોડા પડ્યા નહીં?
છેલ્લા 2 વર્ષમાં ભરૂચ, દેવભૂમિ દ્વારકા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, વલસાડ, મોરબી, સાણંદ, નર્મદા, સાબરકાંઠા, મહેસાણા અને ડાંગમાં એક પણ દરોડો પાડવામાં આવ્યો નથી.