ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Assembly 2022: વિધાનસભા ગૃહમાં માર્ગ મકાન વિભાગની જાહેરાત, અનેક રસ્તાઓ પ્રોજેક્ટ થશે તૈયાર - મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના

વિધાનસભા ગૃહમાં જ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના(State Roads and Buildings Department)કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ મહત્વની જાહેરાતો કરી હતી જેમાં કોંગ્રેસના અને ભાજપના ધારાસભ્યો દ્વારા રોડ રસ્તા બાબતે અનેક ફરિયાદો(Complaints regarding road construction) કરવામાં આવી હતી તેના પર રાજ્યમાં આવનારા દિવસોમાં અનેક રસ્તાઓ તૈયાર કરવામાં આવશે તેમજ નવા પ્રોજેક્ટો બાબતે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

Gujarat Assembly 2022: વિધાનસભા ગૃહમાં માર્ગ મકાન વિભાગની જાહેરાત, અનેક રસ્તાઓ પ્રોજેક્ટ થશે તૈયાર
Gujarat Assembly 2022: વિધાનસભા ગૃહમાં માર્ગ મકાન વિભાગની જાહેરાત, અનેક રસ્તાઓ પ્રોજેક્ટ થશે તૈયાર

By

Published : Mar 23, 2022, 10:23 PM IST

ગાંધીનગર:વિધાનસભા ગૃહમાં આજે માર્ગ અને મકાન વિભાગની આંગળીઓ અને મતદાન પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના અને ભાજપના ધારાસભ્યો દ્વારા રોડ રસ્તા બાબતે અનેક ફરિયાદો કરવામાં આવી હતી ત્યારે વિધાનસભા ગૃહમાં જ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીમહત્વની જાહેરાતો કરી હતી. જેમાં રાજ્યમાં આવનારા દિવસોમાં અનેક રસ્તાઓ તૈયાર કરવામાં આવશે તેમજ નવા પ્રોજેક્ટો બાબતે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

  • સાપુતારાના જોડતા વધારે સાપુતારા રસ્તાની 40 કિલોમીટરની લંબાઇનાં અંદાજીત 1200 કરોડના ખર્ચે ફોરલેન કરવામાં આવશે
  • વલભીપુર ભાવનગર રસ્તાની 40 કિલોમીટરનો અંદાજિત 445 કરોડના ખર્ચે ફોરલેન રસ્તો તૈયાર
  • રાજ્યના 1600 કીલોમીટર લંબાઈના કોસ્ટલ હાઈવેને(Coastal Highway) 10 મીટર પહોળો તથા અપગ્રેડેશન કરીને તબકકાવાર કામગીરી કરવામાં આવશે જે માટે 2400 કરોડ રૂપિયા નું આયોજન
  • ડભોઇ સેગવા પોઇચા રસ્તાના નવિનીકરણની કામગીરી પૂર્ણ થઇ તી હવે 26 કિમીના રસ્તા ને ફોર લેન કરવામાં આવશે જે પૈકી 119 કરોડની જોગવાઈ કરાશે
  • વૈશ્વિક સ્તરના ગિફ્ટ સિટીને જોડતાં રસ્તા પર આવેલા જંકશન 50 કરોડ રૂપિયાના ખર્ચે ફલાયઓવર

ગ્રામજનોને સગવડતા રહે તે માટે તબક્કાવાર કામ હાથ ધરવામાં આવશે - બરવાળા સારંગપુર બોટાદ રસ્તાની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે અને હવે ચાર માર્ગીકરણ 25 કિ.મીના રસ્તાને કરવામાં આવશે જેના માટે 125 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. વન બંધુ કલ્યાણ યોજના(Van Bandhu Welfare Scheme) બે બેઠક અંતરિયાળ આદિજાતિ વિસ્તારમાં વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને સગવડતા રહે તે માટે તબક્કાવાર કામ હાથ ધરવામાં આવશે. જેમાં ગામમાંથી શાળાએ જવા માટે પાંચ કિલોમીટર લંબાઇના પાકા રસ્તાનું તબક્કાવાર બાંધકામ અંદાજિત લગભગ 47 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. જ્યારે ગામથી શાળાએ જવાના રસ્તા ઉપર તબક્કાવાર 164 નવા પુલનું બાંધકામમાં 302 કરોડ અને ગામથી આરોગ્ય કેન્દ્ર સુધી(From village to health center) જવા તબક્કાવાર 113 કિલોમીટરના પાકા રસ્તા અને ત્યાંથી બાંધકામનું અંદાજિત 226 કરોડ રૂપિયાનો ખર્ચે તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો:Roads In Gir Somnath: ગીર સોમનાથ આવી રહેલા CR પાટીલ સમક્ષ લાટીના ગ્રામજનો વિરોઘ પ્રદર્શન કરશે

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વા રસ્તાની મંજૂરી આપવામાં આવશે -સંસદ સભ્યોને તેમના મત વિસ્તારમાં તેઓની અગ્રતા મુજબ 10 કરોડ રૂપિયાની મર્યાદામાં મંજૂરી આપવામાં આવશે. જ્યારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના(Mukhyamantri Gram Sadak Yojana) હેઠળ તમામ ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં 20 કરોડ રૂપિયાની મર્યાદામાં નવા રસ્તાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત ગાંધીનગરમાં વિવિધ કક્ષાના 1400 જેટલા કવાટર્સના બાંધકામ માટે 315 રૂપિયા અને 155 કરોડની અંદાજીત રકમથી અમદાવાદ શહેરમાં વિવિધ કક્ષાના 580 કવાટર્સ બનાવવાનું કામકાજ કરવામાં આવ્યું છે. જ્યારે ધારાસભ્યો માટેનું નવું સદસ્ય નિવાસનું બાંધકામ 247 કરોડના ખર્ચે તેમજ અમદાવાદ સાબરમતી storeમાં નવું ઓફીસ બીલ્ડીંગ 1 કરોડ અને ઉમિયાધામને જોડતા ચાર માર્ગીય પ્રોજેક્ટમાં અંદાજિત 17 કરોડ રૂપિયાનો આયોજન રાજ્ય સરકારે કર્યું છે.

આ પણ વાંચો:India's First Steel Road In Surat: ભારતનો પ્રથમ સ્ટીલ રોડ સુરતમાં તૈયાર, એક વર્ષ સુધી કરાયું હતું પરીક્ષણ

નવા પ્રોજેક્ટ -નવા પ્રોજેક્ટની વાત કરવામાં આવતા ગાંધીનગરમાં ડોક્ટર જીવરાજ મહેતા ભવન એટલે કે જૂની સચિવાલયને ડેવલપમેન્ટ અંતર્ગત બે નવા બ્લોકના બાંધકામ માટે 100 કરોડની સિદ્ધાંત મંજુરી મળેલ છે જ્યારે ગાંધીનગર ખાતે વડસર સેફડા રોડનું 14 કરોડના ખર્ચે રિસરફેસ કરાશે. અને ગાંધીનગર ખાતે કલોલ માણસા વિજાપુર નું 10 કરોડ ના ખર્ચે રિસરફેસ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details