- મગફળી ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદશે મગફળી
- પ્રથમ 4 કલાકમાં જ 13,681 ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન
- લાભ પાંચમના દિવસથી મગફળીનું ખરીદ વેચાણ થશે શરૂ
ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે (Agriculture Minister Raghavji Patel) ગૃહમાં જાહેરાત કરી હતી કે 1 ઓક્ટોબર રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેનું રજિસ્ટ્રેશન (Groundnut registration) શરૂ કરવામાં આવશે. જેમાં રાજ્યના પુરવઠા વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે પ્રથમ ચાર કલાકમાં જ રાજ્યના કુલ 13,681 જેટલા ખેડૂતોએ મગફળીના વેચાણ માટેનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પ્રથમ વખત મગફળીનું રજિસ્ટ્રેશન પ્રથમ દિવસે જ સૌથી વધુ જોવા મળી રહ્યું છે.
સૌથી વધુ રજિસ્ટ્રેશન ગીર સોમનાથ જિલ્લામાં
ખેડૂતોના રજિસ્ટ્રેશન બાબતની માહિતી આપતા પુરવઠા વિભાગના નાયબ નિયામક સંજય મોદીએ જણાવ્યું હતું કે પ્રથમ ચાર કલાકમાં સમગ્ર રાજ્યમાંથી કુલ 13681 ખેડૂતોનું ઈ-રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જ્યારે સૌથી વધુ ગીર સોમનાથ જિલ્લામાં 8842 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે સૌથી ઓછું રજિસ્ટ્રેશન ભાવનગર અને બોટાદ જિલ્લામાં એક ખેડૂતોએ જ મગફળીના વેચાણ માટેનું રજિસ્ટ્રેશન (Groundnut registration) કરાવ્યું છે, આમ પ્રથમ ચાર કલાકની વાત કરવામાં આવે તો પ્રતિ કલાકે રાજ્યમાં 4000 જેટલા ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી રહ્યાં છે.
1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી થશે રજિસ્ટ્રેશન
રજિસ્ટ્રેશનની વાત કરવામાં આવે તો વિધાનસભાગૃહમાં રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે જાહેરાત કરી હતી કે એક ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી મગફળીની ખરીદીનું રજિસ્ટ્રેશન (Groundnut registration) કરવામાં આવશે. આમ રાજ્યના ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઇન નોંધણીની પ્રક્રિયા કરવાની રહેશે.
વેચાણ માટે SMS મોકલાશે