ગાંધીનગર : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીનું (Gram Panchayat election Gujrat 2021)આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 ડિસેમ્બરના રોજથી 8684 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન પ્રક્રિયા સવારના સાત વાગ્યાથી સાંજના 6 કલાક સુધી ચાલી હતી. જેમાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ આવી છે. જ્યારે સમગ્ર રાજ્યમાં સરેરાશ 62 ટકા જેટલું મતદાન નોંધાયું છે. પરંતુ 5 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં ઉમેદવારીપત્ર અથવા તો ઉમેદવારોના નામ, પ્રતીક છાપકામમાં ખામી હોવાના કારણે જિલ્લાના પાંચ ગ્રામ્ય પંચાયતમાં ફરીથી ચૂંટણીનું આયોજન (Gram Panchayat Election Repolling 2021)કરવામાં આવ્યું છે.
21 ડિસેમ્બરે યોજાશે મતગણતરી
19 ડિસેમ્બરના રોજ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી થયા બાદ તમામ મતપેટીઓને એક જ ગ્રૂપમાં પોલીસની નજર અને સુરક્ષા હેઠળ રાખવામાં આવી રહી છે. 21 ડિસેમ્બરના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે પુનઃમતદાનના કિસ્સાઓમાં 20 ડિસેમ્બરના રોજ પુન: મતદાન પણ યોજાઈ રહ્યું છે. 21 ડિસેમ્બરના રોજ મતગણતરી (gram panchayat election vote counting) હાથ ધરવામાં આવશે અને 24 ડિસેમ્બરના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની જાહેરાત પણ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Gujarat Gram Panchayat Election 2021: રાજ્યમાં સરેરાશ 62 ટકા મતદાન, આવતીકાલે મત ગણતરી
કઈ જગ્યાએ થઈ રહ્યું છે પૂન: મતદાન
તાલુકો ગ્રામ પંચાયત
મોરવા હડફ વિરણીયા
મોરવા હડફ દેલોચ
બગસરા હડાલા
અમરેલી સરભંડા
પોરબંદર રિણાવાડા
21 ડિસેમ્બરના રોજ યોજાશે મતગણતરી
19 ડીસેમ્બરના રોજ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી થયા બાદ તમામ મતદાન પેટીઓને પોલીસની નજર અને સુરક્ષા હેઠળ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી છે. હવે 21 ડિસેમ્બરના રોજ મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને 24 ડીસેમ્બરના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની જાહેરાત પણ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે.