ગુજરાત

gujarat

ETV Bharat / city

Gram Panchayat Election 2021: આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગ સાથે ચૂંટણી પંચની સમીક્ષા બેઠક યોજાઇ હતી - 19 તારીખે ગ્રામપંચાયતની ચૂંટણી

રાજ્ય ચૂંટણીપંચની ગ્રામ પંચાયતની ચૂંટણી(Gram Panchayat Election 2021) ને લઈને સચિવાલય ખાતે આજે બેઠક યોજવામાં આવી હતી જેમાં આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે આ બેઠકનું આયોજન(Planning a meeting with Department of Health and Home Affairs) કરવામાં આવ્યું હતું. હાલ કોરોનાની પરિસ્થિતિ અને ગ્રામ્ય કક્ષાએ ચૂંટણીમાં જાતિવાદને લઈને કોઈ સમસ્યા ન સર્જાય તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

Gram Panchayat Election 2021: આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગ સાથે ચૂંટણી પંચની સમીક્ષા બેઠક યોજાઇ હતી
Gram Panchayat Election 2021: આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગ સાથે ચૂંટણી પંચની સમીક્ષા બેઠક યોજાઇ હતી

By

Published : Dec 14, 2021, 4:54 PM IST

  • 19 તારીખે 10,812 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે
  • ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને યોજાઇ હતી બેઠક
  • પંચાયતોની ચૂંટણીમાં મતદાન મથકો 23,097 હશે

ગાંધીનગર: 19 તારીખે ગ્રામપંચાયતની ચૂંટણી(Gram Panchayat election on 19th December) યોજવા જઈ રહી છે, ત્યારેગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ રાજ્ય ચૂંટણી કમિશ્નરની અધ્યક્ષતામાં આજે એક બેઠકનું આયોજન(Election Commission Press Conference) કરવામાં આવ્યું હતું. ચૂંટણીમાં કોઈ ભય ન રહે તેમજ પક્ષપાત વિના મત આપી શકે તે તમામ પાસાઓ સાથે ચર્ચા કરાવામાં આવી હતી. તેમાં પણ આ વખતે 10,000થી વધુ ગ્રામ પંચાયતોમાં આ ચૂંટણી યોજાવાની છે જેથી વ્યવસ્થાપનને લઈને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે.

Gram Panchayat Election 2021: આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગ સાથે ચૂંટણી પંચની સમીક્ષા બેઠક યોજાઇ હતી

આરોગ્ય વિભાગ સાથે કોવીડ પ્રોટોકોલ બાબતે પણ કરાઇ ચર્ચા

આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગ સાથે સમીક્ષા બેઠક યોજવામાં(Department of Home and Health preparations for election) આવી હતી, જેમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત પર ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતની ચૂંટણી છે એટલે જાતિવ્યવસ્થા સાથેના મુદ્દાઓ વધુ ગંભીર બની જાતા હોય છે, જેથી પોલીસ વ્યવસ્થા પણ ગ્રામ લેવલે જરૂરી છે જેથી અત્યારે સઘન પેટ્રોલિંગ ચાલે છે અને પૂરતી વ્યવસ્થા કરાવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ સાથે ખાસ કરીને કોરોના અને તેમાં આવેલા નવા કોરોના વેરિએન્ટને ધ્યાનમાં રાખીને કોવીડ પ્રોટોકોલનું પાલન થાય તે પ્રકારની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત તેને લગતી ટ્રેનિંગ પણ આપવામાં આવી છે આ તમામ પાસાઓ પર તકેદારીના ભાગરૂપે ચર્ચા કરવામાં આવી છે.

પુરુષ મતદારો 93,69,202 અને સ્ત્રી મતદારોની સંખ્યા 88,45,811 છે

10,812 ગ્રામ પંચાયતોમાંથી 1167 પંચાયતો સંપૂર્ણ પણે બિન હરીફ છે. સભ્ય વોર્ડ બિન હરીફ 9,669, અંશતઃ બિન હરીફ ગ્રામ પંચાયત 6,446, અંશતઃ બિન હરીફ સરપંચ 451, ગ્રામ પંચાયતમાં ખાલી પડેલ બેઠકો 2,651, મતદાન મથકો 23,097, પુરુષ મતદારો 93,69,202, સ્ત્રી મતદારો 88,45,811, પોલીસ સ્ટાફ 51,747 જ્યારે પોલિંગ સ્ટાફ 13,7,466 તહેનાત કરવામાં આવશે.

આ પણ વાંચો : 10,443 ગ્રામ પંચાયતોમાંથી 1,157 જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ

આ પણ વાંચો : Gram panchayat election 2021: 'ટોયલેટ એક સરપંચ કથા', જાણો શું ઘટના...

ABOUT THE AUTHOR

...view details