ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્ય સરકારની ભરતી જાહેરાત મુદ્દે GPSC ચેરમેન દિનેશ દાસાએ શું કહ્યું? - સરકારી નોકરી

શિક્ષિત યુવા બેરોજગારના આંદોલન અને કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે રાજ્ય સરકારે છેલ્લા કેટલાય સમયથી પડતર રહેલ સરકારી નોકરીની જાહેરાત કરી છે. પાંચ મહિનાની અંદર 20,000 જેટલી સરકારી નોકરી આપવામાં આવશે. જ્યારે આઠ હજાર જેટલા ઉમેદવારોને નિમણૂકપત્ર આપવામાં આવશે ત્યારે આ સમગ્ર બાબતે જીપીએસસીના ચેરમેનને દિનેશ દાસા ઈ ટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે આવનારો સમય હવે હેક્ટિક રહેશે.

રાજ્ય સરકારની ભરતી જાહેરાત મુદ્દે જીપીએસસી ચેરમેન દિનેશ દાસાએ શું કહ્યું?
રાજ્ય સરકારની ભરતી જાહેરાત મુદ્દે જીપીએસસી ચેરમેન દિનેશ દાસાએ શું કહ્યું?

By

Published : Sep 5, 2020, 9:16 PM IST

ગાંધીનગર: ETV BHARAT સાથે GPSCના ચેરમેનને દિનેશ દાસાએ ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે કોરોના વૈશ્વિક મહામારીના કારણે છેલ્લા કેટલાય સમયથી સરકારી ભરતીઓ અટકી પડી હતી જ્યારે અનેક વ્યક્તિઓની મેટર હાઇકોર્ટમાં હોવાના કારણે પરિણામ જાહેર કરી શકતાં ન હતાં. પરંતુ છેલ્લાં અમુક દિવસોમાં હાઇકોર્ટ દ્વારા પણ 1 ઓગસ્ટ 2018ના પરિપત્ર તથા અન્ય બાબતે પણ હુકમો કરવામાં આવ્યાં છે ત્યારે હવે ભરતીપ્રક્રિયાનો માર્ગ મોકળો બન્યો છે. જ્યારે આજે સરકાર દ્વારા પણ સરકારી ભરતી અંગેની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આવનારા દિવસોમાં રાજ્ય સરકાર અને જાહેર જનતાને વધુ અધિકારીઓ અને કર્મચારીઓ મળશે.

રાજ્ય સરકારની ભરતી જાહેરાત મુદ્દે જીપીએસસી ચેરમેન દિનેશ દાસાએ શું કહ્યું?
GPSCની વાત કરવામાં આવે તો 105 જેટલી ભરતીઓ અને તેના પરિણામ તથા પરીક્ષા લેવાની કાર્યવાહી હવે શરૂ કરવામાં આવશે જ્યારે અનેક પરીક્ષાઓ તો અગાઉ લેવામાં આવી છે. પરંતુ અમુક ટેકનિકલ કારણોસર પરિણામ જાહેર કરી શકતાં ન હતાં. તે હવે પરિણામ પણ જાહેર કરવામાં આવશે પરંતુ પાંચ મહિનાની અંદર આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે ત્યારે આ સમય GPSC માટે વધુ કપરો સમય ગણાશે.આમ હવે આવનારા પાંચ મહિનામાં રાજ્ય સરકારે દ્વારા 20,000થી વધુ યુવાનોની રાજ્ય સરકારમાં અથવા તો અલગ અલગ વિભાગમાં ભરતીની પ્રક્રિયા શરૂ થશે જ્યારે 8,000 જેટલા ઉમેદવારોને તાત્કાલિક ધોરણે 8,000 જગ્યા પર નિમણૂકપત્ર આપવામાં આવશે.
રાજ્ય સરકારની ભરતી જાહેરાત મુદ્દે GPSC ચેરમેન દિનેશ દાસાએ શું કહ્યું
જ્યારે જીપીએસસીની કાર્યવાહી બાબતે ચેરમેન દિનેશ દાસા એક ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, GPSCની કામગીરી ફક્ત જાહેરાત કરવી પરીક્ષા લેવી અને તેનું પરિણામ જાહેર કરવું પરંતુ નિમણૂક પત્ર આપવાનું કાર્ય રાજ્ય સરકારનું છે. ઉલ્લેખનીય છે કે યુવાનો દ્વારા એવા પણ આક્ષેપો કરવામાં આવે છે કે જીપીએસસી દ્વારા પરીક્ષા લેવામાં આવે છે પરંતુ નિમણૂકપત્ર આપવામાં આવતા નથી ત્યારે આ આક્ષેપનો જવાબ પણ દિનેશ દાસાએ આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details