ગાંધીનગર: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું આજે એટલે કે સોમવારે અવસાન થયું છે. જેથી સમગ્ર દેશની રાજનીતિમાં શોક વ્યાપી ગયો છે. પ્રણવ મુખર્જીના અવસાન પર રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શ્રદ્ધાંજલિ સાથે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી - ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપી
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું આજે એટલે કે સોમવારે અવસાન થયું છે. જેથી સમગ્ર દેશની રાજનીતિમાં શોક વ્યાપી ગયો છે. પ્રણવ મુખર્જીના અવસાન પર રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શ્રદ્ધાંજલિ સાથે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પ્રણવ મુખર્જી આગવી ઓળખ ધરાવતા હતા. દેશના રાષ્ટ્રપતિ બન્યા બાદ તે કોઈપણ પક્ષ તરફ નહીં, પરંતુ પોતાની ફરજ પર અડગ રહ્યા હતા. તેમણે દેશના વિકાસ માટે અનેક કાર્યો પણ કર્યાં છે. આ સાથે જ તેમને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના દુઃખદ અવસાન પર ઊંડા દુઃખ અને આઘાતની લાગણી વ્યક્ત કરી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દુઃખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રગીતને જીવનમંત્ર બનાવી સતત કાર્યરત રહેલા પ્રણવ મુખર્જીના નિધનથી રાષ્ટ્રને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. પૂર્વ રાષ્ટ્રપતિ વિદ્વાન રાજનેતા અને ભારત માતાના કર્મનિષ્ઠ પુત્ર હતા. સ્વર્ગવાસ મુખર્જીનું સાદગીપૂર્ણ જીવન તથા રાષ્ટ્રની પ્રગતિ માટેની તેમની ઉત્તમ કામગીરી દેશવાસીઓને નિરંતર પ્રેરણા પ્રદાન કરતી રહેશે.