ગુજરાત

gujarat

ETV Bharat / city

રૂપાણી સરકારે અનલોક-3 ગાઈડલાઇન્સ જાહેર કરી, હોટેલ-રેસ્ટોરન્ટ 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે, 5 ઓગસ્ટથી જીમ શરૂ - પત્રકાર પરિષદ

મુખ્ય પ્રધાન વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યપ્રધાન નીતિન ભાઈ પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અનલોક-3 સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડ લાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

guidelines
guidelines

By

Published : Jul 30, 2020, 4:54 PM IST

Updated : Jul 30, 2020, 5:39 PM IST

ગાંધીનગર : કેન્દ્ર સરકાર દ્વારા મોડી રાત્રે અનલોક-3ની ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી હતી. જેમાં આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં અનલોક-3 માટે કેબિનેટ પ્રધાન અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને ગાઈડલાઇન્સ બાબતે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા જે ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે. તેનું જ રાજ્ય સરકાર અનુકરણ કરશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. જેમાં અનલૉક-3 સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડ લાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠક માં લેવાયેલા નિર્ણયો અનુસાર રાજ્યમાં 1 ઓગસ્ટથી રાત્રી કર્ફ્યૂમાંથી સંપૂર્ણ પણે મુક્તિ આપવાની જાહેરાત કરી છે.

રૂપાણીએ સરકારે અનલોક 3 ગાઈડલાઇન્સ જાહેર કરી
  • રૂપાણીએ સરકારે અનલોક-3ની ગાઈડલાઇન્સ જાહેર કરી
  • જીમ અને યોગ સેન્ટર 5મી ઓગસ્ટથી ખોલી શકાશે
  • રાજ્યમાં દુકાનો 8 વાગ્યા સુધી ખુલી રાખી શકાશે
  • હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે

જ્યારે રાજ્યમાં દુકાનો 8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને એસ.ઓ.પી મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર 5મી ઓગસ્ટ થી ખોલી શકાશે. આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઈડ લાઇન્સ ને રાજ્ય સરકાર અનુસરશે એમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં મહેસૂલપ્રધાન કૌશિક પટેલ, ઉર્જાપ્રધાન સૌરભ પટેલ અને રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજા મુખ્ય સચિવ અનિલ મુકીમ ગૃહના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ તેમજ મુખ્યપ્રધાનના અગ્ર સચિવ મનોજ કુમાર દાસ બેઠકમાં જોડાયા હતા.

Last Updated : Jul 30, 2020, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details