ગુજરાત

gujarat

ETV Bharat / city

અધિકારીએ સરકારી ગાડીની સુરત જવાની પરમિશન લીધી, નિયમોને નેવે મૂકી મુંબઈમાં ફસાયેલા દીકરા-દીકરીને પરત લાવ્યા ! - સુરત જવાની પરમિશન

સમગ્ર દેશમાં લોકડાઉનનો આદેશ કરવામાં આવ્યો છે. હાલ બીજા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે. રાજ્યમાં પરપ્રાંતિય અનેક લોકો ફસાયેલા છે, વતનમાં જવા માટે સરકારને આજીજી કરી રહ્યા છે. પરંતુ તેમને જવા દેવામાં આવતા નથી. તેવા સમયે ગાંધીનગરમાં આવેલી કચેરીમાં ફરજ બજાવતા એક સરકારી એન્જિનિયર મહારાષ્ટ્રમાં ફસાયેલા પોતાના પુત્ર અને પુત્રીને સરકારી ગાડી લઈને લઈ આવ્યા હતા. અધિકારી દ્વારા સુરત સુધીની પરમિશન માગવામાં આવી હતી અને મુંબઈ સુધી પહોંચી ગયા હતા.

અધિકારીએ સરકારી ગાડીની સુરત જવાની પરમિશન લીધી, મુંબઈમાં ફસાયેલા દીકરા-દીકરીને લઇ પરત આવ્યાં !
અધિકારીએ સરકારી ગાડીની સુરત જવાની પરમિશન લીધી, મુંબઈમાં ફસાયેલા દીકરા-દીકરીને લઇ પરત આવ્યાં !

By

Published : Apr 29, 2020, 11:17 AM IST

ગાંધીનગરઃ પુત્ર મોહ કેવો હોય છે તે તો આપણે હાલમાં જ ચાલતી રામાયણ સિરિયલમાં જોયું છે. ત્યારે ગાંધીનગર શહેરમાં આવેલી એક સરકારી કચેરીમાં ફરજ બજાવતા અધિકારી પુત્ર અને પુત્રીને લેવા માટે મહારાષ્ટ્ર દોડી ગયા હતા. હાલ લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે. આવશ્યક ચીજવસ્તુઓને પરમીશન આપવામાં આવી રહી છે. સામાન્ય લોકો ઘરની બહાર પગ પણ મૂકી શકતા નથી, તેવા સમયે લોકડાઉનના કારણે મહારાષ્ટ્રમાં ફસાયેલા પુત્ર અને પુત્રીને લેવા માટે અધિકારી દ્વારા હોદ્દાનો અને સરકારી વાહનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.

સૂત્રો પાસે મળતી માહિતી મુજબ ગાંધીનગર શહેરમાં આવેલી એક કચેરીમાં ફરજ બજાવતા એન્જિનિયરનો પુત્ર અને પુત્રી મહારાષ્ટ્રમાં અભ્યાસ કરી રહ્યા છે. સમગ્ર દેશમાં કોરોનાવાયરસ લઈને લોકડાઉન અમલી કરાયાને 35 દિવસ જેટલો સમય થઈ ગયો છે. ત્યારે પુત્ર અને પુત્રી દ્વારા ઘરે આવવા માટે પિતાને વાત કરવામાં આવી વાત કરવામાં આવી હતી. આ અધિકારી પોતાના પુત્ર અને પુત્રીને કેવી રીતે કેવી રીતે ગાંધીનગર લાવવા તેને લઈને ચિંતામાં મૂકાયા હતા.

ત્યારબાદ અધિકારી દ્વારા કલેક્ટર કચેરીમાંથી સુરત જવા માટેનો પાસ ઇસ્યુ કરવામાં કરવામાં આવ્યો હતો. સરકારી ગાડી લઈને અધિકારી સુરતની જગ્યાએ મહારાષ્ટ્ર ગયા હતા. ત્યાં રોકાયા બાદ તેમના દિકરી અને દીકરાને સરકારી ગાડીમાં પરત લાવ્યા હતા. પરત આવ્યા બાદ બાદ અધિકારી દ્વારા તેમના દીકરા અને દીકરીની કોઈ મેડિકલ તપાસ પણ કરવામાં આવી નથી. જ્યારે સુરત સુધીનો પાસ હતો અને મુંબઇ સુધી પહોંચી ગયા હતા. આ બાબત પર અધિકારીઓમાં ચર્ચાનું કેન્દ્ર બની છે, જ્યારે તેમના પિતા પુત્ર અને પુત્રી દ્વારા ખુલ્લામાં ફરી રહ્યા હોય તેવું પણ સામે આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details