ગુજરાત

gujarat

ETV Bharat / city

વિશાખાપટ્ટનમમાં કેમિકલ ગેસ લીકેજ મામલો, ગુજરાત સરકાર 500 કિલો PTBL એર લિફ્ટ કરશે

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ થવાથી આંધ્ર સરકારે ગુજરાત પાસેથી PTBLની માગણી કરી છે. જેથી ગુજરાત સરકાર 500 કિલો PTBL એર લિફ્ટ કરશે.

ETV BHARAT
આંધ્ર પ્રદેશના ગોપાલપટ્ટમ કેમિકલ આગ મામલો, ગુજરાત સરકાર 500 કિલો PTBL એર લિફ્ટ કરશે

By

Published : May 7, 2020, 5:01 PM IST

ગાંધીનગર: આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ થવાના કારણે 10 લોકોના કરૂણ મોત નિપજ્યા હતાં, જ્યારે 200 લોકોને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના કારણે આંધ્ર પ્રદેશની સરકારમાં પણ પડઘા પડ્યા હતા. જેથી આંધ્ર પ્રદેશ સરકારે ગુજરાત સરકાર પાસે મદદ માંગી હતી. જેમાં ગુજરાત સરકારે PTBL કેમિકલ એરલીફ્ટ કરવાની તાત્કાલિક ધોરણે મંજૂરી આપી છે.

આંધ્ર પ્રદેશના ગોપાલપટ્ટમ કેમિકલ આગ મામલો, ગુજરાત સરકાર 500 કિલો PTBL એર લિફ્ટ કરશે

આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના બની હતી. જેમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા અને 200 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે આ ઘટના ટોક્સિક ગેસ લીકેજ થવાને કારણે બની હતી. આ પરિસ્થિતિથી બચવા માટે PTBL કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. જે ફક્ત ગુજરાતના વાપીમાં જ બને છે. જેથી આંધ્ર સરકારે મદદ માગતા CM રૂપાણીએ તાત્કાલિક ઉદ્યોગ સચિવને જાણ કરીને 500 કિલો ગ્રામ કેમિકલ આંધ્ર એર લિફ્ટ કરવાની મંજૂરી આપી છે.

500 કિલો કેમિકલ એર લિફ્ટ બાબતે અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, CM રૂપાણીએ આંધ્ર સરકારની રજૂઆત બાદ ઉદ્યોગ સચિવને જાણ કરી હતી. ત્યારબાદ જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા કરીને કેમિકલને પ્રથમ રસ્તા મારફતે દમણ મોકલવામાં આવશે અને ત્યારબાદ દમણથી આંધ્રપ્રદેશ એર લિફ્ટ કરાશે.

ABOUT THE AUTHOR

...view details