ગુજરાત

gujarat

ETV Bharat / city

બે વર્ષમાં 3132 ટેબ્લેટ જ આપ્યા હોવાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી વંચિત - વિધાનસભા ગૃહ

સરકારે નામના જ ટેબ્લેટ વિતરણ કર્યા હોવાનું કોંગ્રેસનું માનવું છે. જેને લઇને વિધાનસભા ગૃહમાં સવાલો ઉઠાવ્યા હતા કે, ઓછા ટેબ્લેટ વિતરણ કરાયા હોવાથી ગરીબ વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવવાથી વંચિત રહ્યા છે. તેવું તેમને કહ્યું હતું.

સરકારે નામના જ કર્યા ટેબ્લેટ વિતરણ
સરકારે નામના જ કર્યા ટેબ્લેટ વિતરણ

By

Published : Mar 30, 2021, 8:01 PM IST

  • સરકારે નામના જ કર્યા ટેબ્લેટ વિતરણ
  • 2019માં 973 ટેબ્લેટ આપ્યા
  • 2020માં 2159 ટેબ્લેટ આપ્યા

ગાંધીનગર:સરકારે 33 જિલ્લાઓની અંદર ITI તાલીમાર્થી વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કર્યા હતા. જેમાં બે વર્ષમાં ટોટલ 3132 ટેબ્લેટ સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. ઓછા ટેબ્લેટ વિતરણ થયા હોવાના કારણે વિદ્યાર્થીઓનું ઓનલાઈન શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયું ન હતું તેવો આક્ષેપ વિધાનસભામાં કોંગ્રેસએ કર્યો.

આ પણ વાંચો:માલધારીઓને ખેડૂતોની વ્યાખ્યામાં શામેલ કરવામાં આવે: કોંગ્રેસ ધારાસભ્ય

રાજ્ય સરકારે ટેબ્લેટનું વિતરણ માત્ર નામ પૂરતું જ કર્યું

કોરોના મહામારીમાં શૈક્ષણિક કાર્ય ઓનલાઇન ચાલે છે. તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓ ટેબ્લેટથી ઓનલાઇન શિક્ષણ મેળવી શકે, પરંતુ રાજ્ય સરકારે ટેબ્લેટનું વિતરણ માત્ર નામ પૂરતું જ કર્યું છે. આવા સંજોગોમાં મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણથી વંચિત રહેવું પડે છે, તેવું કોંગ્રેસના ધારાસભ્યોએ શ્રમ અને રોજગાર પ્રધાનને પ્રશ્નોત્તરી કાળમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો:સૌર ઊર્જા આધારિત વાહનોની આંતરિક પરિવહન યોજના માત્ર પ્રાયોગિક ધોરણે હતીઃ ઉર્જા પ્રધાન

2019માં 33માંથી 9 જિલ્લાઓમાં ટેબ્લેટ આપ્યા

2019માં અપાયેલા ટેબ્લેટ પૈકી 33 જિલ્લામાંથી ફક્ત 9 જિલ્લાના વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા હતા. 2020માં 33માંથી 30 જિલ્લાઓના વિદ્યાર્થીઓને ટેબ્લેટ અપાયા હતા. જોકે પોરબંદર અને નર્મદા જિલ્લામાં હજુ સુધી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા નથી.

ABOUT THE AUTHOR

...view details