- રાજ્યમાં ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મ જયંતીની ઉજવણી
- ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થાન ચોટીલામાં બનશે મ્યુઝિયમ
- સીએમ રૂપાણીએ ઝવેરચંદ મેઘાણી તમામ વિગતો, સાહિત્ય સાથેની વેબસાઇટનું કર્યું લોકાર્પણ
ગાંધીનગર: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે ૧૫૦મી જન્મ જયંતિ છે. રાજ્ય સરકાર દ્વારા જીવા જયંતીની ઊજવણી કરવામાં આવી હતી. જેનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાતી સાહિત્ય કલાકારો જેવા કે કિર્તીદાન ગઢવી, ભીખુભાઈ ગઢવી, ઓસમાન મીર અને કિંજલ દવે જેવા ગાયક કલાકારો પણ હાજર રહ્યા હતા અને તેઓએ કાર્યક્રમ દરમ્યાન ઝવેરચંદ મેઘાણીની સાહિત્ય કવિતાઓ રજૂ કરી હતી.
ચોટીલામાં મ્યુઝિયમ બનાવવાની સરકારે કરી જાહેરાત ચોટીલામાં ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ બનવવામાં આવશે
ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે, ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલામાં મેઘાણી મ્યુઝિયમ નિર્માણ કરવામાં આવશે. 5 કરોડના ખર્ચે આ મ્યુઝિયમ નિર્માણ કરવામાં આવશે. જેમાં ઝવેરચંદ મેઘાણીના ભૂતકાળના તમામ ફોટાઓ તેમની સાહિત્ય કૃતિઓ તેમના દ્વારા લખવામાં આવેલા પુસ્તકો સહિતના તેમની સાથે સંકળાયેલી તમામ યાદોને મ્યુઝિયમમાં રાખવામાં આવશે.
રાજ્યની સરકારી લાયબ્રેરીમાં 5 પુસ્તકો એનાયત કરાયા
ઝવેરચંદ મેઘાણીના ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે રાજ્ય સરકારના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલી સરકારી લાઇબ્રેરીમાં ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોનું એનાયત પણ કરવામાં આવ્યું હતું. સાથે જ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કેબિનેટ કક્ષાના અને રાજ્યકક્ષાના પ્રધાનોએ હાજર રહીને 125મી જન્મજયંતિની ઉજવણી કરી હતી. તે દરમિયાન તમામ જિલ્લામાં આવેલી સરકારી લાઇબ્રેરીમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના તમામ કેબિનેટ પ્રધાનો અને રાજ્યકક્ષાના પ્રધાનોએ ઝવેરચંદ મેઘાણીના પાંચ પુસ્તકો સરકારી લાયબ્રેરીમાં એનાયત કર્યા હતા.
ગાંધીનગરમાં બનશે ઝવેરચંદ મેઘાણી સાહિત્ય અકાદમી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં સાહિત્ય અકાદમીના ભવન મેઘાણી સાહિત્ય ભવનનું ખાતમુહૂર્ત કરવાની સાથે મેઘાણી જીવન કવનની વેબસાઈટ પણ લોન્ચ કરી હતી. સાથે જ ગાંધીનગર ખાતે બનનારું ઝવેરચંદ મેઘાણી સાહિત્ય અકાદમી એટલે કે મેઘાણી ભવન એક વર્ષની અંદર તૈયાર કરવામાં આવશે. જેમાં તમામ સાહિત્યને લગતી અને ગુજરાતને લગતી તમામ પુસ્તિકાઓ ઉપલબ્દ્ધ થશે. સાથે જ માતૃભાષા અને વધુમાં વધુ વેગ મળે તે માટે ગુજરાતી કચ્છી ભાષા દક્ષિણ ગુજરાતની ભાષા આમ તમામ ભાષા બાબતે પણ અલગ-અલગ વિભાગો આ ભવનમાં કાર્યરત કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા લોન્ચ કરવામાં આવેલી વેબસાઈટમાં ઝવેરચંદ મેઘાણીના તમામ ભૂતકાળના ફોટો સાહિત્ય નિબંધો કથાઓ કથાઓ અને કવિતાઓનો સાહિત્ય પણ ઓનલાઇન ઉપલબ્દ્ધ કરવામાં આવ્યું છે.
આમંત્રણ પત્રિકામાં ઝવેરચંદ મેઘાણીના ફોટો અને અક્ષરને સ્થાન છે: વિજય રૂપાણી
રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 150 મી જન્મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે તૈયાર કરવામાં આવેલા આમંત્રણ પત્રિકાના પ્રથમ પેજ ઉપર ઝવેરચંદ મેઘાણીના ફોટો ન હોવાના કારણે અનેક લોકોએ સરકારની ઝાટકણી કાઢી છે. એના જવાબમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આમંત્રણ પત્રિકામાં ઝવેરચંદ મેઘાણીના ફોટા અને તેમના અક્ષરને સ્થાન આપવામાં આવ્યું છે. જે લોકો નેગેટિવ વિચારે છે તે લોકો નેગેટિવ છે, જ્યારે અમે ઝવેરચંદ મેઘાણીને કેન્દ્રમાં રાખીને જ સમગ્ર રાજ્યમાં કાર્યક્રમોનું આયોજન કર્યું છે.