- રાજ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો
- ઘણા દિવસથી કોરોનાના કેસ 1 હજારથી નીચે
- આજે 5 જ કોરોના દર્દીના મોત
- રિકવરી રેટ 90 ટકાની આસપાસ
- લૉકડાઉન અને અનલૉકમાં રેમડેસીવીર અને ઓક્સિજનની માગ વધી
ગાંધીનગર : આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં કોવિડ-19 માર્ચથી પેનડેમિક સ્વરૂપે ફેલાવો થતા માર્ચથી મીડ સપ્ટેમ્બર 2020સુધી કોવિડ-19ના કેસમાં સતત વધારો દેશમાં અને રાજ્યમાં જોવા મળ્યો હતો. કોરોનાના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતી રવિના માર્ગદર્શન હેઠળ સમયબદ્ધ આયોજનના પરિણામે સંક્રમણ અટકાવવામા સફળતા મળી છે. તેમણે કહ્યું કે, કોવિડ-19ની સારવારમાં વપરાતો મેડિકલ ઓક્સિજન આઈ.પી.અને રેમડેસીવીર ઈન્જેકશન તથા ફેવિપિરાવીર ટેબલેટ 200 મિલીગ્રામ અને 400 મિલીગ્રામની માગમાં અને વપરાશમાં સતત વધારો જોવા મળ્યો હતો.
એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો
ઓક્ટોબર 2020થી કોવિડ-19ના નવા તથા એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો થતા કોવિડ-19ની સારવાર માટે લાઈફ સેવિંગ એવા, મેડિકલ ઓક્સિજનની માગ અને વપરાશ જે સપ્ટેમ્બર-2020માં 240 મેટ્રિક ટન પર ડે હતી. તે ઓક્ટોબર અંતમાં ઘટીને 135 મેટ્રિક ટન પર ડે એટલે કે પ્રતિ દિન વપરાશમાં 100 મેટ્રિક ટનનો ઘટાડો જોવા મળ્યો છે, તે જ રીતે મોડરેટ અને સીવીયર કોવિડ-19 દર્દીની સારવાર માટે જરૂરી એવા રેમડેસીવીર ઈન્જેકશન જે સપ્ટેમ્બર માસમાં 1.80 લાખ હતe. તેનો ઓક્ટોબરમાં વપરાશ ફકત 83 હજાર ઈન્જેકશનનો (ઓપન માર્કેટમાં) તથા રાજ્ય સરકારની હોસ્પિટલોમાં 40 હજારનો વપરાશ હતો તે ઘટીને 30 હજાર ઈન્જેકશન જેટલો થયો છે.