ગુજરાત

gujarat

ETV Bharat / city

ખેડૂતો માટે ખુશખબર : ખેતી માટે મળશે પૂરતી વીજળી - કૃષિપ્રધાન રાઘવજી પટેલ

કોલસાની અછતના કારણે ઘણી જગ્યાએ વીજળીની સમસ્યા સર્જાઇ છે. કેટલીક જગ્યાએ વીજળીને લઈને કાપ પણ મુકવાની ફરજ પડી છે ત્યારે ખેડૂતો પણ તેમાં બાકાત રહ્યા નથી. ખેડૂતોને પણ વીજળી ત્રણથી ચાર કલાક જેટલી જ મળતી હતી. જેના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો ખેડૂતોને કરવો પડી રહ્યો હતો. જોકે કૃષિપ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, હવેથી ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવી રહી છે. વીજળીનો પુરવઠો ખેડૂતોને પૂર્વવત્ કરવામાં આવ્યો છે.

ખેડૂતો માટે ખુશખબર : ખેતી માટે મળશે પૂરતી વીજળી
ખેડૂતો માટે ખુશખબર : ખેતી માટે મળશે પૂરતી વીજળી

By

Published : Oct 25, 2021, 4:11 PM IST

  • કૃષિપેકેજ માટે ખેડૂતો ઓનલાઇન ફોર્મ ભરી શકશે
  • ખેડૂતોને ત્રણથી ચાર કલાક વીજ પુરવઠો મળતો હતો
  • ખેડૂતોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી વીજ પુરવઠો પૂર્વવત કરાયો

ગાંધીનગર : જગતના તાત એવા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કોલસાની અછતના કારણે જે વીજપુરવઠો ખોરવાયો હતો અને આ વીજ પુરવઠામાં ખેડૂતોને ત્રણથી ચાર કલાક સુધી જ વીજળી મળતી હતી. પરંતુ રાજ્ય સરકારના પ્રયાસોથી ખેડૂતોને વીજ પુરવઠો આઠ કલાક પૂર્વવત્ કરવામાં આવ્યો છે તેનું સ્પષ્ટીકરણ કૃષિપ્રધાને હતું. શ્રમ અને રોજગાર હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ખુદ મુખ્યપ્રધાને પર્યાવરણની જાળવણી અંગે વાત કરી હતી અને તેમાં ખાસ કરીને તેમને વીજળીનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, હાલ દેશમાં વીજળીની શું સ્થિતિ છે તેને જોતાં આપણે વીજળી બચાવવી જોઈએ.

ખેડૂતો માટે ખુશખબર : ખેતી માટે મળશે પૂરતી વીજળી

ખેડૂતોને મળશે પૂરતી વીજળી

રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, એકસાથે કોલસાનો પુરવઠો બંધ થયો હતો. કોલસા આધારિત વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડતા વીજળીની પણ ખપ પડી હતી. પરંતુ મુખ્યપ્રધાન અને ઉર્જા પ્રધાને ખેતીકામ માટેનો વીજપુરવઠો ટૂંક સમયમાં જ પૂર્વવત કરી લીધો છે. છેલ્લા કેટલાક દિવસો માટે એવું હતું કે વીજ પુરવઠાની અસર ખેડૂતો પર રહી હતી. પરંતુ એક બે દિવસથી જ ખેડૂતો માટેનો વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આઠ કલાક પુરવઠો અત્યારે ખેડૂતોને ખેતી માટે મળ્યો છે.

કૃષિ પેકેજ વિશે વાત કરાઇ

કૃષિપ્રધાન રાઘવજી પટેલે વધુંમાં જણાવ્યું હતું કે, ઊર્જા વિભાગે ખેડૂતોને પુરા વોલ્ટેજ સાથે આઠ કલાક વીજ પુરવઠો મળે તે પ્રકારની વ્યવસ્થા કરી દીધી છે. ખેડૂતો માટે બીજા પણ એક સારા સમાચાર એ છે કે જે જિલ્લાઓમાં કૃષિ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે માટે ખેડૂતો ઓનલાઇન ફોર્મ પણ ભરી શકે છે.

આ પણ વાંચો : e-vehicles ખરીદીની Subsidy માટે લોન્ચ થયું પોર્ટલ, 1,300 સુપરવાઇઝર, ઈન્સ્ટ્રકટરને નિમણૂકપત્ર એનાયત

આ પણ વાંચો : ડીસામાં વર્ષોથી વેપાર કરતા વેપારીઓની દુકાન તોડાતા ભાડૂઆતોએ કોર્ટમાં ફરિયાદ કરી, પોલીસે ફરિયાદ ન નોંધી હોવાનો આક્ષેપ

ABOUT THE AUTHOR

...view details