ગુજરાત

gujarat

ETV Bharat / city

GMERSની હડતાલને લીધે ગાંધીનગર સિવિલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સર્જરી મોડી શરૂ થઈ - staff of gmers

GMERSની હડતાલને કારણે ગાંધીનગર સિવિલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સર્જરી 14 મેથી શરૂ થશે. જો કે હડતાલના કારણે આ સર્જરીમાં વિલંબ થયો હતો.

14 મેના રોજ પેશન્ટની સર્જરી થાય તેવી શક્યતા
14 મેના રોજ પેશન્ટની સર્જરી થાય તેવી શક્યતા

By

Published : May 14, 2021, 1:55 PM IST

  • 14 મેના રોજ પેશન્ટની સર્જરી થાય તેવી શક્યતા
  • GMERSનો સ્ટાફ કોવિડ કામમાં પરત ફર્યો
  • સિવિલમાં ઇન્ફોસિસના ઇન્જેક્શનની અછત

ગાંધીનગર: GMERS ટીચર એસોસિયેશન દ્વારા બુધવારથી કોરોનાને લગતા કામ બંધ કરવામાં આવ્યા હતા તેમજ આ પહેલા સરકારને તેમને સોમવારથી અલ્ટિમેટમ આપ્યું હતું અને પોસ્ટર પ્રદર્શન કર્યું હતું. આ વિરોધના વંટોળના કારણે જે પેશન્ટ સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. તેવા મ્યુકોરમાઇકોસીસના પેશન્ટની સર્જરી લેટ થઈ હતી. તેવું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે આજે સર્જરી થાય તેવી શક્યતા છે. કેમ કે GMERS સાથેના સર્જન ડોક્ટર તેમજ મેડિકલ પેરામેડિકલ સ્ટાફ દ્વારા કોવિડ કામો આજે શરૂ કરાયા છે. ગઈકાલે રાત્રે જ તેમની બેઠક પ્રદીપસિંહ સાથે યોજાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે તે બાબતે નિર્ણય પણ લેવાશે.

આ પણ વાંચો: જામનગરમાં આજથી મ્યૂકોરમાઇકોસિસ રોગના દર્દીઓ માટે મેન્ટલ હોસ્પિટલ ખાતે સારવાર કેન્દ્ર શરૂ થશે

ઇન્જેક્શનની અછત અને પૂર્વ તૈયારીનો અભાવે બે પેશન્ટનું મૃત્યુ

મ્યુકોરમાઇકોસિસનો આ રોગ એટલો ઘાતક હોય છે કે, તેની સારવાર પેશન્ટને જલ્દી મળવી જરૂરી છે. જો આવું નથી થતું તો પેશન્ટનો જીવ પણ જઈ શકે છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં એમ્ફોટીસીરીન ઇન્જેક્શન સમયસર ન મળ્યા હોવાથી બે પેશન્ટે જીવ પણ આ પહેલા ગુમાવ્યો હતો. તેવું સૂત્રોએ કહ્યું હતું. જો કે અત્યારે એમ્ફોટીસીરીન ઇન્જેક્શન મળ્યા છે પરંતુ એ પણ પેશન્ટની સંખ્યા પ્રમાણમાં ઓછા છે. કેમ કે એક પેશન્ટને 70થી 80 એમ્ફોટીસીરીનના ઇન્જેક્શનની જરૂર પડે છે. જો કે એડમિટ પેશન્ટની સરખામણીએ ઇન્જેક્શન ઓછા મળ્યા છે. જો કે આ પહેલા સરકારે પણ 5,000નો જ ઓર્ડર આપ્યો છે. જે તમામ ગુજરાતની સિવિલ માટે છે.

આ પણ વાંચો: વડોદરામાં મ્યુકોર માઇકોસીસના દર્દીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં

13 મે ના રોજ હડતાલ હોવાથી સર્જરી કરવાની ના કહી દીધી

બુધવારથી ગઈકાલ સુધી કોવિડના કામો GMERS ટીચર એસોસિએશને બંધ કર્યા હતા, ત્યારે મ્યુકોરમાઇકોસિસ સર્જરીનું કામ પણ બંધ થયું હતું. કેમ કે આ હડતાલમાં સામેલ કેટલાક ડોક્ટર તેમજ મેડિકલ સ્ટાફ હોવાથી સર્જરી થઈ શકે તેમ નહોતી. જોકે ગઈકાલે કલોલના એક પેશન્ટ એડમિટ થવા માટે આવ્યા હતા, પરંતુ દર્દીને ઘરે રહીને જ તબીબે દવા ચાલુ રાખવા સલાહ આપી હતી અને દાખલ કર્યા નહોતા. કેમ કે હડતાલમાં સ્ટાફ જોડાયેલો હોવાથી આ શક્ય બની શકે છે. કેમ કે આ પહેલા પેશન્ટ મ્યુકોરમાઇકોસીસના એડમિટ છે. જેમની OT ગઈકાલ ગુરુવાર સુધી ચાલુ નહોતી થઈ. હડતાલના કારણે મેડિકલ સ્ટાફના કેટલાંક પ્રશ્નોનું સોલ્યુશન તો આવશે, પરંતુ કેટલાક પેશન્ટ પીસાયા છે. તેમને પણ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે.

ABOUT THE AUTHOR

...view details