ગાંધીનગરઃ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ (Gandhinagar Municipal Corporation Standing Committee) આજે સ્થાયી સમિતિમાં વર્ષ 2022-23 માટેનું ડ્રાફ્ટ બજેટ (GMC Draft Budget 2022) રજૂ કર્યું છે. જે રીતે ગાંધીનગર મહાનગરપાલિકાની હદમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે મહાનગરપાલિકામાં નવા ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ગાંધીનગરમાં નવા 2 ફાયર સ્ટેશન (Provision for new fire station in Gandhinagar) બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ માટે ડ્રાફ્ટ બજેટમાં 5 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જે આગામી સમયમાં જગ્યા નક્કી કરીને બજેટ પ્રમાણે નવા 2 ફાયર સ્ટેશન (Provision for new fire station in Gandhinagar) તૈયાર કરવામાં આવશે.
મહાનગરપાલિકાએ હજી 29 કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલવાનો બાકી છે આ પણ વાંચો-Pre Budget 2022: કેન્દ્રીય બજેટમાં ખેડૂત સમાજ માટે વિશેષ જાહેરાતો કરવા નાણાંપ્રધાનને પત્ર લખી કરાઈ રજૂઆત
મહાનગરપાલિકાએ હજી 29 કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલવાનો બાકી છે
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજ ભવન, જૂના સચિવાલય, નવી સચિવાલય અને મંત્રી નિવાસસ્થાન સહિત અનેક રાજ્ય સરકારની મધ્યસ્થ કચેરી આવેલી છે. આ ઉપરાંત નાગરિકોના નિવાસસ્થાનો, દુકાનો, શોપિંગ મોલ પણ છે ત્યારે સરકારી અને ખાનગી મિલકતના વેરા પેટે ગાંધીનગર મહાનગરપાલિકાને (GMC Draft Budget 2022) હજી 29 કરોડની વસુલાત બાકી હોવાની સામે આવ્યું છે. જ્યારે સરકારી મકાનો, બિલ્ડીંગ અને કચેરીઓની બાકી વેરાની વસૂલાત બાબતે ગાંધીનગર મહાનગરપાલિકા (GMC Draft Budget 2022) દ્વારા રાજ્ય સરકારના રોડ અને બિલ્ડીંગ વિભાગને લેખિતમાં જાણ કરવામાં આવી હોવાનું નિવેદન પણ ગાંધીનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડો. ધવલ પટેલે જણાવ્યું હતું.
આ પણ વાંચો-વાપી નગરપાલિકામાં સામાન્ય સભા મળી, 162 કરોડના બજેટને અપાઈ બહાલી
મહત્વની જોગવાઈઓઃ-
- વર્ષ 2022-23માં રેવન્યૂ અંદાજપત્રમાંથી તબદીલ થનારા 7500 લાખ, રાજ્ય અને કેન્દ્ર સરકારની કેપિટલ ગ્રાન્ટ માટે સંભવિત મળનારી રકમ 7.057.00 લાખની કેપિટલ ડિપોઝિટ અનામત
- 300 લાખ મળી કુલ કેપિટલ આવક 14,857 લાખ રૂપિયા થવાની અપેક્ષા
- નાણાકીય વર્ષ 2022-23 માટે ઉઘડતી સિલક કુલ 26751.14 લાખ રૂપિયા
- તથા કુલ આવક 27,901.03 લાખ ની સામે કુલ 51,286.90 નો અંદાજ રજૂ કરવામાં આવ્યો
કુલ 3,365 લાખ રૂપિયાનું પુરાન્ત અંદાજપત્રઃ-
- ગટર, પાણી અને અન્ય વ્યવસ્થા માટે 600 લાખ રૂપિયાની જોગવાઈ
- મહાનગરની મિલકતો જેવી કે, સુવેઝ પમ્પિંગ સ્ટેશન, વોટર પમ્પીંગ સ્ટેશન, આંગણવાડીઓ, જાહેર સૌચાલય તેમ જ આરસીસી રોડની જાળવણી માટે 500 લાખ રૂપિયાની જોગવાઈ
- બાગ બગીચા માટે 200 લાખ તેમ જ વિદ્યુત મરામતની કામગીરી માટે 225 લાખ રૂપિયાની જોગવાઈ
- બાગ બગીચા માટે 200 લાખ રૂપિયા તેમ જ વિદ્યુત મરામતની કામગીરી માટે 225 લાખ રૂપિયાની જોગવાઈ
- ગાંધીનગર મહાનગરપાલિકાની (GMC Draft Budget 2022) સફાઈ માટે વર્ષ 2022-23માં કુલ 4,300 લાખ રૂપિયાની જોગવાઈ
- ઘરવિહોણા લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 500 લાખ રૂપિયાની જોગવાઈ
- ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બનાવવા માટે 450 લાખ રૂપિયાની જોગવાઈ
- જાહેર વિકાસને લગતા બાંધકામો મુક્તિધામ, કબ્રસ્તાન, નાના બાળકો માટે દફનવિધિના કામ માટે 600 લાખ રૂપિયાની જોગવાઈ
- કુડાસણ ગામ હોલ બનાવવા 600 લાખ રૂપિયા તેમ જ સિનિયર સિટિઝન પાર્ક અને લાઈબ્રેરી બનાવવા 50 લાખ રૂપિયાની જોગવાઈ
- કોલવડા અને વાવોલમાં કમ્યુનિટી હોલ તથા અત્યાધુનિક બનાવવા 300 લાખ રૂપિયાની જોગવાઈ
- ગાંધીનગર મહાનગરપાલિકાના અલગ-અલગ વિસ્તારમાં કમ્યુનિટી હોલ માટે 150 લાખ રૂપિયાની જોગવાઈ
નવા વાહનોની ખરીદી
ગાંધીનગર મહાનગરપાલિકામાં (GMC Draft Budget 2022) નવા વાહનોની ખરીદી માટે કુલ 1,330 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે રેવન્યૂ એટલે કે, મિલકત વેરાની વાત કરવામાં આવે તો, વર્ષ 2022-23માં 5,301 લાખની વસૂલાત થવાનો અંદાજ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડોર ટૂ ડોર સફાઈવેરામાં અંદાજિત 350 લાખ રૂપિયાની આવકની અપેક્ષા ગાંધીનગર મહાનગરપાલિકા (GMC Draft Budget 2022) દ્વારા કરવામાં આવી છે.
નવા વિસ્તાર મિલકત વેરા બાબતે અભ્યાસ કરાશે
આ સાથે જ ગાંધીનગર મહાનગરપાલિકામાં (GMC Draft Budget 2022) નવા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમના મિલકત વેરા બાબતે પણ અભ્યાસ કરવામાં આવશે. ત્યારબાદ નવા ઉંમેરાયેલા કોર્પોરેશન વિસ્તારના (GMC Draft Budget 2022) મિલકત વેરાની રકમ અને પોલિસી નક્કી કરવામાં આવશે.