ગાંધીનગર :ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (Gandhinagar Municipal Corporation)દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં (GMC Budget 2022) ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરના ડોક્ટર ધવલ પટેલે 512 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું, જેમાં સ્ટેન્ડીંગ કમિટીમાં થયેલી ચર્ચા પ્રમાણે કુલ 2.15 લાખનો વધારો કરવામાં આવ્યો છે, જેથી હવે કુલ 514.15 કરોડ રૂપિયાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું છે. મ્યુ. કમિશ્નર ધવલ પટેલે કુલ 33.65 લાખનું પુરાન્ત અંદાજપત્ર રજૂ કર્યું હતું, જેના ખર્ચમાં વધારો કરીને હવે પુરાત 18 લાખની રહી છે.
ગાંધીનગર મનપાના બજેટમાં 2.15 કરોડનો વધારો કરવામાં આવ્યો 60 નાગરિકોએ આપ્યા સૂચનો
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટને ધ્યાનમાં લઈને કોર્પોરેશન દ્વારા એક ખાસ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં નાગરિકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા, જેમાં કુલ 60 જેટલા સૂચનો બજેટને ધ્યાનમાં લઈને નાગરિકો દ્વારા આપવામાં આવ્યા છે, ત્યારે આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંતલાલ પટેલે જણાવ્યું હતું કે, તમામ સૂચનોને ધ્યાનમાં લઇને અમલ થાય તે બાબતનું ધ્યાન બજેટમાં રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો:4 ફેબ્રુઆરીના રોજ રજૂ થશે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ
કઈ જોગવાઈમાં વધારો કરાયો
1. સ્માર્ટ આંગણવાડી અંતર્ગત માળખાકીય સુવિધાના ખર્ચમાં 50 લાખનો વધારો
2 શહેરની સગર્ભા મહિલાઓની વેરી નોંધણી તથા પ્રસુતિ અને ધાત્રી માતાઓને આહાર અને બાળકનું સંપુર્ણ રસીકરણ તથા મચ્છરદાની સહાય માટે 10 લાખ
3. ડેપ્યુટી મેયરની discretionary ખર્ચમાં 5 લાખ રૂપિયાનો વધારો
4. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ના discretionary ખર્ચમાં 5 લાખનો વધારો
5. રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી દર્શાવતી પુસ્તિકા તથા ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરવાના ખર્ચ બાબતે 20 લાખ રૂપિયાનો વધારો
6. paver block માટેની જનભાગીદારીના ખર્ચમાં 120 લાખનો વધારો
7. street vendor policyના અમલીકરણ માટેના ખર્ચમાં 5 લાખનો વધારો.
રસ્તા પર રહીને વેપાર કરતા લોકો માટે વિચારણા
મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરમેન જશવંત પટેલ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરના શહેરી વિસ્તારમાં જે લોકો રસ્તા પર રહીને વેપાર ધંધો કરે છે, તેમને ટેન્ડર પોલિસી અંતર્ગત ખાસ આઈ કાર્ડ આપવામાં આવશે, જે ખોટા દબાણો ઉભા કરવામાં આવ્યા છે તે પણ દૂર કરવામાં આવશે, આ કાર્ય ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
મહત્વની જોગવાઈઓ
- વર્ષ 2022-23માં રેવન્યુ અંદાજપત્રમાંથી તબદીલ થનાર 7,500 લાખ, રાજ્ય અને કેન્દ્ર સરકારની કેપિટલ ગ્રાન્ટ માટે સંભવિત મળનાર રકમ 7,057,00 લાખની કેપિટલ ડિપોઝીટ અનામત
- 300 લાખ મળી કુલ કેપિટલ આવક 14,857 લાખ થવાની અપેક્ષા
- નાણાકીય વર્ષ 2022-23 માટે ઉઘડતી સિલક કુલ 26,751.14 લાખ
- કુલ આવક 27,901.03 લાખની સામે કુલ 51,286.90નો અંદાજ રજૂ કરવામાં આવ્યો
- ગટર પાણી અને અન્ય વ્યવસ્થા માટે 600 લાખની જોગવાઈ
- મહાનગરની મિલકતો જેવી કે સુવેઝ પંપીગ સ્ટેશન, વોટર પમ્પીંગ સ્ટેશન, આંગણવાડીઓ જાહેર સૌચાલય તેમ જ આરસીસી રોડની જાળવણી માટે 500 લાખની જોગવાઈ
- બાગ બગીચા માટે 200 લાખ તેમજ વિદ્યુત મરામતની કામગીરી માટે 225 લાખની જોગવાઈ
- ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સફાઈ માટે વર્ષ 2022-23માં કુલ 4300 લાખની જોગવાઇ
- ઘર વિહોણા લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 500 લાખની જોગવાઈ
- ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં બનાવવા માટે 450 લાખની જોગવાઈ
- જાહેર વિકાસને લગતા બાંધકામો મુકતિધામ, કબ્રસ્તાન, નાના બાળકો માટે દફનવિધિના કામ માટે 600 લાખની જોગવાઈ
- કુડાસણ ગામ હોલ બનાવવા માટે 600 લાખ તેમ જ સિનિયર સીટીઝન પાર્ક અને લાયબ્રેરી બનાવવા માટે 50 લાખની જોગવાઈ
- કોલવડા અને વાવોલમાં કોમ્યુનીટી હોલ તથા અત્યાધુનિક બનાવવા માટે 300 લાખની જોગવાઈ
- ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ-અલગ વિસ્તારમાં કોમ્યુનિટી હોલ માટે 150 લાખની જોગવાઈ
2 નવા ફાયર સ્ટેશન બનવવાની જોગવાઈ
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટાઈલ સમિતિ દ્વારા ગાંધીનગરમાં નવા 2 ફાયર સ્ટેશન બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ માટે ડ્રાફ્ટ બજેટમાં 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે આવનારા સમયમાં જગ્યા નક્કી કરીને બજેટ પ્રમાણે નવા 2 ફાયર સ્ટેશન તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચો:ગાંધીનગર કોર્પોરેશનનું 291 કરોડનું બજેટ મંજૂર, કમિશ્નરનો વિરોધ
29 કરોડનો ટેક્સ બાકી
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રાજ ભવન, જુની સચિવાલય, નવી સચિવાલય અને મંત્રી નિવાસસ્થાન સહિત અનેક રાજ્ય સરકારની મધ્યસ્થ કચેરી આવેલી છે, આ ઉપરાંત નાગરિકોના નિવાસસ્થાનો, દુકાનો, શોપિંગ મોલ પણ છે, ત્યારે સરકારી અને ખાનગી મિલકતના વેરા પેટે ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનની હજુ 29 કરોડની વસુલાત બાકી હોવાની સામે આવ્યું છે, જ્યારે સરકારી મકાનો, બિલ્ડીંગ અને કચેરીઓની બાકી વેરાની વસુલાત બાબતે ગાંધીનગર મ્યુ. કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારના રોડ & બિલ્ડીંગ વિભાગને લેખિતમાં જાણ કરાઈ હોવાનું પણ GMCના મ્યુ. કમિશ્નર ડોકટર ધવલ પટેલે જણાવ્યું હતું.