ગાંધીનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Visit) છે. આજે ગાંધીનગરના મહાત્મા મંદિર (gandhinagar mahatma mandir) ખાતે આયુષ સમિટ (Global Ayush Summit 2022) યોજવામાં આવી હતી. આ સમિટમાં આયુષ સાથે સંકળાયેલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અનેક ડેલીગેટ પણ જોડાયા હતા. મહાત્મા મંદિરના કેમ્પસ થયેલા આ કાર્યક્રમમાં બેસવાની પણ જગ્યા નહોતી. બેસવાની જગ્યા ન હોવાના કારણે પતિ-પત્ની એક જ ખુરશીમાં બેઠાં હતા. કાર્યક્રમ દરમિયાન પતિ-પત્ની એક જ ખુરશીમાં બેઠેલા જોવા મળ્યા હતા. સતત 2 કલાક સુધી પતિ-પત્નીએ એક જ ખુરશીમાં બેસીને ઈવેન્ટમાં હાજરી આપી હતી.
5થી 6 ખુરશીઓમાં 2-2 લોકો બેઠેલા જોવા મળ્યા- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ (PM Modi's Program In Gandhinagar)માં વધુ સંખ્યા હોવાના કારણે ખુરશીઓની સંખ્યા ઘટી હતી. મીડિયાના કેમેરામેન માટેની જે વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં 5થી 6 ખુરશીઓમાં 2-2 લોકો એક જ ખુરશીમાં બેઠેલા જોવા મળ્યા હતા. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં દોઢથી 2 કલાક સુધી એક જ ખુરશીમાં લોકોએ બેસીને કાર્યક્રમ નિહાળ્યો હતો.
આ પણ વાંચો:PM Modi Gujarat visit : PM મોદી આજે ગાંધીનગરમાં આયૂષ સમિટનું કરશે ઉદ્ઘાટન, શું છે આ સમિટ જાણો...