ગુજરાત

gujarat

ETV Bharat / city

સાબરમતી નદીમાં રેતી ચોરી અટકાવવા 1.40 કરોડના મુદ્દામાલ સાથેના વાહનો ભૂસ્તર તંત્રએ જપ્ત કર્યા - News from Gandhinagar

સાબરમતી નદીમાં ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતે રેતીનું ખનનનું કરવામાં આવે છે, આ રેતી ચોરી અટકાવવા માટે ભૂસ્તર તંત્રએ ખનિજ વહન કરતા લોકો સામે લાલ આંખ કરી બે દિવસમાં 1.40 કરોડના વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

reti
સાબરમતી નદીમાં રેતી ચોરી અટકાવવા 1.40 કરોડના મુદ્દામાલ સાથેના વાહનો ભૂસ્તર તંત્રએ જપ્ત કર્યા

By

Published : Jul 26, 2021, 6:45 AM IST

  • ઓવર લોડેડ રેતી ભરેલા ટ્રેકટરો અને ડમ્પર જપ્ત કરાયા
  • કલેકટર કચેરી પાસે જપ્ત કરાયેલા કરોડોના વાહનો લવાય છે
  • બિન અધિકૃત રીતે રેતી ખનનનું વહન કરતા વાહનો ઝડપાયા


ગાંધીનગર : સાબરમતી નદીમાં ઘણા સમયથી બિન અધિકૃત રીતે રેતી ખનન કરવામાં આવે છે. જે અંતર્ગત ભૂસ્તર તંત્ર દ્વારા ઘણા સમયથી રેતી ચોરીનું વહન કરતા લોકો સામે લાલ આંખ કરી છે. છેલ્લા બે દિવસમાં 1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જો કે આ પહેલા પણ કરોડોના વાહનો જપ્ત કરાય છે. જપ્ત કરાયેલા આ વાહનો કલેકટર ઓફિસ પાસે મુકાયા છે. જિલ્લાના અલગ-અલગ ગામો અને વિસ્તારમાં આ ખનન કરવામાં આવી રહ્યું છે. બે દિવસમાં બે બિનઅધિકૃત રીતે વહન કરતાં ડમ્પરો, ટ્રેકટરો સહિતના વાહનો જપ્ત કરાયા છે.

આ વિસ્તારમાંથી દરોડા પાડી જપ્ત કરવામાં આવ્યા વાહનો

ઉવારસદ, વાવોલ, ઇન્દ્રોડા, છાલા, ચિલોડા સહિતના અલગ અલગ ગામો અને વિસ્તારમાંથી દરોડા પાડી ખનન કરતા વાહનો પકડવામાં આવ્યા છે. જેમાં ઉવારસદ અને વાવોલ વિસ્તારમાં રેતી ખનન કરતું ડમ્પર તેમજ નાના ચિલોડા પાસે બિનઅધિકૃત રીતે ઓવરલોડ ખનીજ કરતું અન્ય એક ડમ્પર ગઈ કાલે પકડવામાં આવ્યું છે. આ ઉપરાંત લેકાવાડા પાસે બિનઅધિકૃત ખનન કરતું એક ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ દ્વારા જપ્ત કરાયો હતો. ત્યારબાદ ઇન્દ્રોડા પાસે બે ટ્રેકટર તેમજ ગિયોડ અને છાલા રોડ પર બિનઅધિકૃત રોયલ્ટી પાસ વગર વહન કરતા ટ્રકો ઝડપી પાડવામાં આવ્યા હતા. આમ બે દિવસમાં ઠેરઠેર ખનિજ વહન કરતા લાખોના વાહનો જપ્ત કરાયા છે. છેલ્લા બે દિવસમાં જિલ્લા કચેરી ક્ષેત્રિય ટીમ દ્વારા રેતી ખનન કામ કરતા ભૂમાફિયાઓને ઓવરલોડેડ રેતી લઈ જતા રંગેહાથે ઝડપી પાડયા છે.

આ પણ વાંચો :Tokyo Olympics Day 4: ઓલિમ્પિકના ચોથા દિવસે આ ભારતીય ખેલાડીઓ પર રહેશે તમામની નજર

કડક કાર્યવાહી

રેતી ખનનને અટકાવવા માટે કલેકટર કચેરી પાસે ભૂમાફિયાઓ પાસેથી બિનઅધિકૃત રીતે ખનન કરાયેલા વાહનો જપ્ત કરી લાવવામાં આવી છે કેટલાક વાહનો મહિનાઓથી અહીં પડી રહ્યા છે. આ બાબતે વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પણ ભૂ માફિયાઓ ખુલ્લેઆમ રીતે રેતી ખનન કરી રહ્યા છે. કરોડનો મુદ્દામાલ વાહનો સહિતનો એક બાજુ ખડકી દેવામાં આવી રહ્યો છે, તે છતાં પણ રેતી ખનન વધી રહ્યું છે. જુલાઈ મહિનામાં બે થી ત્રણ વાર આ રીતે કરોડોના વાહન જપ્ત કરાયા છે. આ વાહનો નો ભારેભરખમ દંડ હોવ છતાં પણ તેઓ ખુલ્લેઆમ રેતી ખનન કર્યા કરે છે.

આ પણ વાંચો : હિમાચલમાં ભૂસ્ખલન : 9 પર્યટકોના મોત, રાષ્ટ્રપતિ-વડાપ્રધાને વ્યક્ત કર્યું દુ:ખ

ABOUT THE AUTHOR

...view details