ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર: તાલુકા પંચાયતની સામાન્ય સભા 7 મિનિટમાં પુરી, ઓફિસ રિનોવેશનનો ખર્ચ વિકાસ કાર્યોમાં વપરાશે

ગાંધીનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના શાસન બાદ આજે બીજી સામાન્ય સભા મળી હતી. જેમાં ઓફિસ રિનોવેશન માટે રૂપિયા 45 લાખની જોગવાઈ કરવામાં આવી હતી. તે મુલતવી રાખીને તે રકમ વિકાસ કાર્યોમાં વાપરવામાં તમામ સભ્યો દ્વારા સહમતિ સાધવામાં આવી હતી. જ્યારે ભાજપના કેટલાક સભ્યે પોતાની ગ્રાન્ટને ચાલુ રાખવા માટે પણ રજૂઆત કરી હતી, પરંતુ તે મુદ્દાને ઉડાવી દેવામાં આવ્યો હતો.

તાલુકા પંચાયતની સામાન્ય સભા 7 મિનિટમાં પુરી
તાલુકા પંચાયતની સામાન્ય સભા 7 મિનિટમાં પુરી

By

Published : Nov 6, 2020, 4:57 PM IST

  • ગાંધીનગર ચાલુકા પંચાયતની બીજી સામાન્ય સભા મળી
  • ઓફિસ રિનોવેશન માટે ફાળવાયેલા 45 લાખનો ખર્ચ મુલતવી રખાયો
  • આ રકમ હવે વિકાસકાર્યોમાં વપરાશે

    ગાંધીનગરઃ ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ ગોપાળજી ઠાકોરના અધ્યક્ષસ્થાને મળી હતી. આ સામાન્ય સભા માત્ર 7 મિનિટમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે સામાન્ય સભા શરૂ થઈ હતી. 7 કરોડ 20 લાખના વિકાસ કાર્ય ઉપર ચર્ચા કરવામાં આવી હતી જેમાં ભાજપના સભ્યોની ગ્રાન્ટમા જેમના વર્ક ઓર્ડર આપવામાં આવ્યાં ન હતાં. તે તમામ સદસ્યોની ગ્રાન્ટ કેન્સલ કરી દેવામાં આવી છે. ત્યારે આ મુદ્દાને ભાજપ દ્વારા સામાન્ય સભામાં ઉઠાવવામાં આવ્યો હતો.
    તાલુકા પંચાયતની સામાન્ય સભા 7 મિનિટમાં પુરી


  • બિલ્ડિંગ રિનોવેટ કરવા માટેનો ખર્ચ મુલતવી રખાયો તેની ચર્ચા

તે ઉપરાંત 7 કરોડ 20 લાખની ગ્રાન્ટમાં 45 લાખ રૂપિયાના ખર્ચે હાલમાં તાલુકા પંચાયત કાર્યરત છે, તે બિલ્ડિંગને રિનોવેટ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. આ રકમને સામાન્ય સભામાં રદ કરવામાં આવી છે અને આ તમામ રૂપિયા હવે તાલુકાના વિકાસ કાર્યોમાં વાપરવામાં આવશે તે બાબતની સામાન્ય સભામાં ચર્ચા કરાઇ હતી.

ABOUT THE AUTHOR

...view details