ગુજરાત

gujarat

ETV Bharat / city

જે બાળકનું બે વાર અપહરણ થયું હતું, તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતી પોલીસ - Gandhinagar Police

અડાલજ વિસ્તારના બે વાર ગુમ થયેલા બાળકને શોધ્યા બાદ પોલીસ પણ બાળક અને તેના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી રહી છે. કાગળ વીણવાનું કામ કરી ગુજરાન ચલાવતા પરિવારને ફૂડ આપવું, કપડાં આપવા સહિતની મદદ અડાલજ પોલીસ દ્વારા માનવતાના ભાગરૂપે કરવામાં આવી રહી છે.

જે બાળકનું બે વાર અપહરણ થયું હતું, તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતી પોલીસ
જે બાળકનું બે વાર અપહરણ થયું હતું, તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતી પોલીસ

By

Published : Jun 15, 2021, 7:32 PM IST

  • ગાંધીનગર પોલીસ ટીમ પરિવારની મુલાકાત લઈ ફૂડ પેકેટ આપે છે
  • જરૂર પડે તે પ્રકારની ચીજવસ્તુઓ પૂરી પાડે છે પોલીસ
  • ત્રિમંદિર પાસેના છાપરાવાળા વિસ્તારમાં રહે છે પરિવાર


    ગાંધીનગર : ગાંધીનગરના અડાલજ પાસે રહેતા શ્રમજીવી પરિવારના 2 થી વધુ માસના બાળકની અચંબિત કરી તેવી ઘટના થોડા દિવસ પહેલાં સામે આવી હતી. બે વાર અલગ અલગ દંપતિએ સંતાનસુખની પ્રાપ્તિ માટે આ બાળકનું અપહરણ કર્યું અને બંને વખત પોલીસે 500થી 700 સીસીટીવી ચેક કરી રાજસ્થાનથી તાગ મેળવી બીજીવાર બાળકનું માતા સાથે મિલન કરાવ્યું હતું. આ બાળકને શોધી લાવેલા પોલીસ સ્ટાફને પણ હવે આ બાળક સાથે લાગણી થઈ ગઈ છે.


    ઝૂંપડામાં રહેતા પરિવારને પોલીસ અવારનવાર મળી તેમની જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયત્ન કરે છે

    આજથી 70થી વધુ દિવસ પહેલાં સિવિલ હોસ્પિટલમાથી માતાને ફોસલાવી એક અજાણી મહિલા બાળકને લઈ ફરાર થઈ ગઈ હતી. પોલીસે મહિલાને પકડી બાળક પરત કરાવ્યું. ત્યાં બીજીવાર 8થી વધુ દિવસ પહેલા અન્ય એક દંપતિ બાળકને ઉઠાવી લઈ ગયું હતું આ બંને વખત પોલીસે ફરિયાદ નોધી હતી અને બંને વખત મહેનત કરી ગરીબ પરિવારને તેમનું સંતાન પરત કર્યું હતું. જેથી પોલીસને પણ આ બાળક અને પરીવાર પ્રત્યે હમદર્દી થઈ ગઈ છે. જેઓ અચૂકથી પોલીસ સ્ટેશનથી બાજુના ત્રિમંદિર પાસેના વિસ્તારમાં રહેતા પરિવારને અવારનવાર મળે છે અને તેમની જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયત્ન કરે છે.
    પરિવારને ભોજન, કપડાં અને સુરક્ષા પણ આપે છે

આ પણ વાંચોઃ 2 માસના બાળકનું 2 મહિનામાં 2 વાર અપહરણ, પોલીસે 2 વાર માતાને કર્યું પરત

અપહરણ કરનાર દંપતિને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા

અડાલજ પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.એચ. સિંધવે કહ્યું કે, ત્રિમંદિર પાસેના છાપરામાં રહેતા આ પરિવારની અમે વોચ રાખીએ છીએ અને જરૂર પડે ત્યારે મદદ કરીએ છીએ. જે દંપતિએ આ બાળકનું અપહરણ કર્યું હતું તેમને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આ પરિવારની મુલાકાત લેતા રહીએ છીએ. અમે આ ગરીબ પરિવારને કપડા, ખાવા પીવાની જરૂરિયાત પૂરી પાડીએ છીએ.

ABOUT THE AUTHOR

...view details