ગુજરાત

gujarat

Gandhinagar જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ વરસાદ ઓછો પડતાં 8,210 હેક્ટર વાવેતર ઓછું થયું

By

Published : Jul 19, 2021, 4:16 PM IST

Gandhinagar જિલ્લામાં ગત વર્ષે અત્યાર સુધી 72,176 હેક્ટર વાવેતર થયું હતું જ્યારે આ વર્ષે 8,210 હેક્ટર વાવેતર ઓછું થયું છે. 128 મી.મી વરસાદ ઓછો નોંધાતા વાવેતર પણ ઓછું થયું છે. જેના કારણે ખેડૂતોમાં પણ નિરાશા જોવા મળી છે. ખેડૂતોએ પાકનું વાવેતર તો કર્યું છે, પરંતુ વરસાદ પૂરતા પ્રમાણમાં નથી પડ્યો.

Gandhinagar જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ વરસાદ ઓછો પડતાં 8,210 હેક્ટર વાવેતર ઓછું થયું
Gandhinagar જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ વરસાદ ઓછો પડતાં 8,210 હેક્ટર વાવેતર ઓછું થયું

  • Gandhinagar માંવરસાદ ખેંચાતા વાવેવર પર પડી અસર
  • ગાંધીનગર જિલ્લામાં ગત વર્ષ કરતાં ઓછું વાવેવત થયું
  • 72,176 હેક્ટરની સરખામણીમાં આ વર્ષે 63,966 હેક્ટરમાં વાવેતર થયું

ગાંધીનગર:Gandhinagarમાં ગત વર્ષે અત્યાર સુધી 72,176 હેક્ટર વાવેતર થયું હતું. વરસાદ ખેંચાતા ખેડૂતોમાં પણ નિરાશા ફેલાઈ છે. ગત વર્ષે જુલાઈ મહિનામાં 214 મિલીમીટર વરસાદ પડી ગયો હતો. ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં આ વર્ષે 63,966 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે ગત વર્ષ કરતાં આ વાવેતર ઓછું થયું છે. ગત વર્ષે જુલાઈ મહિનામાં 214 મિલીમીટર વરસાદ પડ્યો હતો આ વર્ષે જુલાઇ માસમાં ફક્ત 86 મિમી વરસાદ નોંધાયો છે. આ વર્ષે બાજરી, ડાંગર, મગફળી-કપાસનું વાવેતર અન્ય પાકોની સરખામણીએ વધુ થયું છે.

Gandhinagar ના દહેગામ તાલુકામાં સૌથી વધુ 25,119 હેક્ટરમાં વાવેતર થયું

ગાંધીનગર જિલ્લામાં તાલુકા પ્રમાણે જોવા જઈએ તો દહેગામ તાલુકામાં 25,119 હેક્ટરમાં વાવેતર થયું છે જ્યારે બીજા નંબર પર માણસા તાલુકામાં 19,313 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે જ્યારે Gandhinagar તાલુકામાં 13,348 હેક્ટર અને કલોલ તાલુકામાં સૌથી ઓછું વાવેતર 6,181 હેક્ટરમાં નોંધાયું છે. એમ કુલ 63,966 વાવેતર ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધી થયું છે. તાલુકામાં સૌથી વધુ પાકનું વાવેતર થયું હોય તો એ કપાસનું છે અત્યાર સુધી કપાસનું વાવેતર 19,477 હેક્ટરમાં નોંધાયું છે. જ્યારે ગત વર્ષે કપાસનું વાવેતર 23 હજાર હેક્ટરથી પણ વધુ હતું. ગત વર્ષે જિલ્લામાં સરેરાશ વાવેતર અત્યાર સુધીનું 72,176 હેક્ટર હતું.

આ પણ વાંચોઃ જગતનો તાત જોઈ રહ્યો છે વરસાદની વાટ

Gandhinagar જિલ્લામાં કપાસનું વાવેતર આ વર્ષે સૌથી વધુ નોંધાયું

Gandhinagar જિલ્લામાં અત્યાર સુધી થયેલા કુલ પાકોના વાવેતરમાં કપાસનું વાવેતર 19,477 હેક્ટરમાં નોંધાયું છે જ્યારે બીજા નંબર પર મગફળીનું વાવેતર 11,773 હેક્ટરમાં નોંધાયું છે. જ્યારે ગત વર્ષે કપાસનું વાવેતર 23,758 હેક્ટર જ્યારે મગફળી 5,526 હેક્ટરમાં વાવેતર થયું હતું. આ વર્ષે શાકભાજીનું વાવેતર 7,551 હેક્ટર નોંધાયું છે જ્યારે ગત વર્ષે 14,453 હેક્ટરમાં નોંધાયું હતું. આ વર્ષે ડાંગરના પાકનું વાવેતર દહેગામમાં સૌથી વધુ 1,508 હેક્ટરમાં નોંધાયું છે. આ ઉપરાંત મગ, દિવેલા, બાજરીના પાકનું વાવેતર ઓછા પ્રમાણમાં થયું છે.

આ પણ વાંચોઃ સુરત જિલ્લામાં મેઘરાજા રુઠતા ખરીફ પાકના વાવેતરમાં ધરખમ ઘટાડો, ખેડૂતોની ચિંતા વધી

ABOUT THE AUTHOR

...view details