- પ્રવાસીઓ ઓછા મળતા આવક ઘટી
- કોરોનાની અસર ગાંધીનગર ડેપો પર પડી
- કોવિડ પહેલા એક વર્ષની આવક 19 કરોડ રૂપિયા હતી
ગાંધીનગર:કોરોનાને એક વર્ષથી વધુ સમય વિત્યો છે, ત્યારે તેની અસર ગાંધીનગર ડેપો અને બસોમાં સફર કરી રહેલા પ્રવાસીઓ પર પણ પડી છે. કેમ કે છેલ્લા એક વર્ષમાં ગાંધીનગર ડેપોની જો વાત કરવામાં આવે તો ત્યાં દસ કરોડ રૂપિયાની આવકમાં ઘટાડો થયો છે. જોકે એ કોવિડ પહેલા એક વર્ષની આવક 19 કરોડ રૂપિયા હતી. જેમાં પ્રવાસીઓ ઓછા મળતા હતા તેમજ લોકડાઉન વગેરેના કારણે ગાંધીનગર ડેપોની આવકમાં મોટો ધરખમ ઘટાડો થયો છે.
આ પણ વાંચો:કોરોનાની અસર: ST બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો
19 કરોડ રૂપિયા આવક હતી, આ પહેલા 8થી 9 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા
60 ટકાથી વધારે પ્રવાસીમાં ઘટાડો થયો છે. કોરોના પહેલા ગાંધીનગર ડેપોની બસોમાં પ્રવાસીની સંખ્યા 8થી લઈને 9 લાખ રહેતી હતી. જ્યારે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો કોરોનાના એક વર્ષમાં 3થી 4 લાખ જેટલા પ્રવાસીઓએ ડેપોની બસોમાં પ્રવાસ કર્યો છે. જેને કારણે 60 ટકાથી વધુ ઘટાડો પ્રવાસીમાં જોવા મળ્યો છે. જોકે તેની સરખામણીએ ડીઝલ પણ 8 કરોડ રૂપિયા જેટલું ઓછું બળ્યું છે.