- 14 દિવસના રિમાન્ડ માંગ્યા પરંતુ મળ્યા નહીઁ
- સચિન તપાસમાં સહકાર આપતો નથી તેવું પણ પોલીસે જણાવ્યું
- ગુનો કર્યા બાદ કોને કોને મળ્યો તે તપાસ બાકી
ગાંધીનગર: ગાંધીનગર કોર્ટમાં લવાયા પહેલા સચિન દીક્ષિતનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. કોર્ટમાં એક કલાક સુધી કાર્યવાહી ચાલી હતી. આ દરમિયાન સચિનની આંખો ભીની થઈ ગઈ હતી. કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ 14 તારીખના બપોર 2.00 વાગ્યા સુધીના રિમાન્ડ જ મળ્યા છે. જેથી 14 ઓક્ટોબરે ફરી તેને કોર્ટમાં રજૂ કરાશે.
ગાંધીનગર કોર્ટે સચિન દીક્ષિતના 14 તારીખે બપોરે 2 વાગ્યા સુધીના રિમાન્ડ કર્યા મંજૂર જરૂર પડે તો તપાસ માટે રાજસ્થાન અને યુપી સુધી પણ જઈશું
ગાંધીનગર DySP એમ.કે.રાણાએ કહ્યું કે, ગુજરાત રાજ્યના પ્રધાન રેન્જ IGP અભય ચુડાસમા, SP મયુર ચાવડા, તેમજ SOG તેમજ LCB તપાસ કરી રહી છે. સોમવારે અમે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. નામદાર કોર્ટ જે. એન.સાહેબ તથા એડીશનલ ચીફ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરેલા પરંતુ અત્યારે 14 તારીખ 2:00 કલાક સુધીના આરોપી સચીન દીક્ષીતના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી ઉલટ છૂલટ વાતો કરે છે અને હકીકત જણાવતો નથી. બાળકને ત્યાંથી અહીં લાવ્યો ત્યાં સુધીની હકીકત શું છે તે જણાવતો નથી.
ગાંધીનગર કોર્ટે સચિન દીક્ષિતના 14 તારીખે બપોરે 2 વાગ્યા સુધીના રિમાન્ડ કર્યા મંજૂર આ પણ વાંચો: રાજકોટમાં પ્રવાસીઓને BRST માં ચાલુ બસે અપાઈ કોરોના વેક્સિન
પ્રેમિકાને માર્યા પછી કોને મળ્યો હતો, તે પહેલા કોની સાથે વાત કરી હતી એ તપાસ થશે
આ બાબતે હજી તેની પૂરી તપાસ કરવાની છે. તેની પત્નીને વડોદરામાં કયા પ્રકારે ઝઘડા થયેલા, તેની પ્રેમિકાને માર્યા પછી કોને કોને મળ્યો હતો. તે પહેલા કોની સાથે વાત કરી હતી. બાળકને લઈને વડોદરાથી આવ્યો, ત્યારે ક્યાં ક્યાં ઉભો રહ્યો, તમામ સાક્ષી પુરાવાની તપાસવાના છે. રાજસ્થાન તેમજ યુપી જવાની પણ જરૂર પડે તો જરૂરથી જઈશું. CCTV અને મોબાઇલ કબ્જે કરવાના છે. સ્વતંત્ર નિવેદનો લેવાના છે, સાક્ષી પુરાવા એકત્રિત કરવાના છે. આ તમામ પુરાવા એકત્રિત કરવા માટે રજૂઆત કરી હતી. જેથી ઓક્ટોબર 14 તારીખ 2:00 સુધીના રિમાન્ડ નક્કી કરાયા છે.
આ પણ વાંચો: ગાંધીનગર કોર્ટે તરછોડાયેલા બાળકના પિતા અને આરોપી સચિન દિક્ષિતના 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા, જાણો, આ સમગ્ર ઘટનાક્રમ
સચિન દિક્ષીતને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયો તે સમયે આ મુદ્દા પર દલીલો થઈ
- ગુનામાં સાહેદોની ઓળખ જરૂરી છે એટલે રીમાન્ડ મળવા જરૂરી છે - પોલીસ
- સચિન દિક્ષીત અવારનવાર નિવેદનો બદલે છે
- બે મોબાઈલ કબ્જે લેવાના બાકી છે
- ગુનામાં વિવિધ CCTV કબ્જે લેવાના છે
- મદદગારી કોણે કરી તે જાણવું જરૂરી છે
- અન્ય કોઈની સંડોવણી હોઈ શકે છે તે તપાસ બાકી છે
- ગુનો કર્યા બાદ કોને કોને મળ્યો તે તપાસ બાકી છે
- રાજસ્થાનમાં તેને કોણે આશરો આપ્યો છે તે જાણવા રાજસ્થાન જવું જરૂરી છે
- આરોપી તપાસમાં સહકાર આપતો નથી
- ઠેરઠેર CCTV કેમેરા છે જ એટલે આટલા દિવસના રીમાન્ડ જરૂરી નથી
- 14 દિવસના રીમાન્ડની માગણીએ વ્યાજબી નથી - આરોપી પક્ષના વકીલ
- આરોપી પક્ષના વકીલની રીમાન્ડ અરજી નામંજૂર કરવા કોર્ટને વિનંતી કરાઈ
- FRI નંબર પોલીસે લખ્યો નથી - આરોપી પક્ષના વકીલ