ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરના કોર્પોરેટર દીપ્તિ પટેલ કરી રહ્યા છે મળી આવેલા બાળકની સારસંભાળ - Pethapur child case

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીત મેળવેલા પેથાપુરના કોર્પોરેટર દીપ્તિ પટેલ શુક્રવારે રાત્રીએ મળી આવેલા બાળકની દેખરેખ કરી રહ્યા છે. પેથાપુરના સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા ગૌશાળાના બહાર એક બાળક એકલું મળી આવ્યું હતું. તેની જાણ કોર્પોરેટર દીપ્તિ પટેલને થતા તેઓ તાત્કાલિક ધોરણે સ્વામિનારાયણ મંદિર ખાતે દોડી આવ્યા હતા અને ત્યારથી જ તેઓ સતત બાળકની દેખરેખ કરી રહ્યા છે.

Latest news of Gandhinagar
Latest news of Gandhinagar

By

Published : Oct 9, 2021, 3:15 PM IST

  • પેથાપુરમાં મળી આવેલા બાળક સ્મિતનો મામલો
  • માતા પિતા વગરના બાળકનું પાલન કરી રહ્યા છે કોર્પોરેટ દીપ્તિ પટેલ
  • છેલ્લા 12 કલાકથી સતત બાળકની સાથે છે દીપ્તિ પટેલ
  • દીપ્તિબેન પણ 2 બાળકોની માતા

ગાંધીનગર: શહેરમાં શુક્રવારે રાત્રે મળી આવેલા બાળકની દેખરેખ કોર્પોરેટર દીપ્તિબેન કરી રહ્યા છે. Etv Bharat સાથે ખાસ વાતચીત કરતાં પેથાપુરના કોર્પોરેટર અને હાલ બાળકની સારસંભાળ રાખતા દિપ્તીબેન પટેલે જણાવ્યું હતું કે, તેઓ સતત શુક્રાવારે રાત્રીના 9:30 કલાકથી બાળકની દેખરેખ રાખી રહ્યા છે. જ્યારે તેઓને પણ એક દીકરો અને એક દીકરી છે. જે આશરે ચાર વર્ષ અને આઠ વર્ષની ઉંમરના છે. તેઓ પોતાના બાળકને પણ જોવા નથી ગયા અને રાતથી જ તેઓ સતત બાળકની દેખરેખ રાખી રહ્યા છે.

ગાંધીનગરના કોર્પોરેટર દીપ્તિ પટેલ કરી રહ્યા છે મળી આવેલા બાળકની સારસંભાળ

ગાંધીનગર સિવિલમાં રાત્રે પણ બાળક જોડે રહ્યા દીપ્તિ પટેલ

દીપ્તિ પટેલ ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓ પુરી રાત બાળક સાથે રહ્યા છે. શુક્રવારે મોડી રાત્રે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે તેમણે વાતચીત કરી હતી, ત્યારે પોલીસ સાથે પણ વાતચીત કરીને તેઓએ પરવાનગી લઈને જ આખી રાત બાળક સાથે રહ્યા છે. જ્યારે સુરક્ષાની દ્રષ્ટિએ એક મહિલા પોલીસને પણ બાળક સાથે રાખવામાં આવ્યા છે.

ગાંધીનગરના કોર્પોરેટર દીપ્તિ પટેલ કરી રહ્યા છે મળી આવેલા બાળકની સારસંભાળ

આ પણ વાંચો: વલસાડમાં ભીખ માંગતી મહિલાને લોકોએ બાળક ચોર સમજી ઢોર માર માર્યો : વિડીયો થયો વાયરલ

બાળક તમામ જોડે સારી રીતે રહે છે

બાળક બાબતે દીપ્તિ પટેલે Etv Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓ બાળક સાથે રહે છે. બાળકે તમામ લોકો સાથે સારી રીતે હળી મળીને રમે પણ છે. આ ઉપરાંત બાળક 11 માસનું હોવાને કારણે મામા પાપા જેવું ગુજરાતીમાં વાતચીત કરતાં હોય તેવું પણ નિવેદન આપ્યું હતું. સમગ્ર રાત્રી દરમિયાન બાળક માટે દૂધની વ્યવસ્થા પણ સિવિલ હોસ્પિટલ તંત્ર અને કોર્પોરેટ દિપ્તીબેન પટેલે કરી હતી.

આ પણ વાંચો: ગાંધીનગરમાં અજાણ્યાં શખ્સે દોઢ વર્ષના બાળકને રાતના અંધારે તરછોડ્યું

પેપરવર્ક કરીને બાળકને ઓઢવ બાળ ગૃહમાં મોકલી આપવામાં આવશે

સમગ્ર રાત્રી દરમિયાન બાળકને સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેના બ્લડ ટેસ્ટ અને DNA ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. બાળક ઉપર કોઈપણ પ્રકારના મારઝૂડના નિશાનો નથી, તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. હવે પેપર વર્ક કર્યા બાદ બાળકને અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા શેલ્ટર હોમમાં મોકલી આપવામાં આવશે.

લોકો આવા કિસ્સામાં બાળકોને મદદ કરે તે હેતુથી બાળકનો ફોટો પ્રકાશિત કરાયો છે.

ABOUT THE AUTHOR

...view details