ગાંધીનગર: સીએમ વિજય રૂપાણીએ પાસા એકટમાં સુધારો કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં શાંતિ સલામતી અને સુરક્ષા રાખવી એ ગુજરાતની આગવી ઓળખ છે. આ ઓળખને વધુ આગળ ધપાવવાની નેમ સાથે પાસા કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. કાયદાનો વ્યાપ વધુ વિસ્તારીને સાયબર ક્રાઇમ આચરનારા, નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા સહિત શારીરિક હિંસા તેમ જ ધમકી આપવી, જાતીય ગુનાઓ, જાતીય સતામણી જેવી અસામાજિક પ્રવૃતિઓને પણ પાસા એક્ટ હેઠળ આવરી લેવામાં આવી છે.
પ્રવર્તમાન સમયમાં સાયબર ટેકનોલોજીને લગતા ગુનાઓ સહિત જાતીય સતામણી જેવા ગુનાઓના વધતા પ્રમાણને ધ્યાનમાં લઇને આ તમામ ગુનાઓને કડક હાથે ડામી દેવા પાછા એક્ટમાં સુધારા વટહુકમની દરખાસ્ત બુધવારે મળનારી આગામી કેબિનેટ બેઠકમાં દરખાસ્ત લાવશે. આ અધિનિયમ અંતર્ગત પાસાના કાયદામાં જે જોગવાઈઓ છે તે મુજબ ipc તથા આમ એક્ટ હેઠળના ગુનાનું સરકારી મિલકત પચાવી પાડે તેવી વ્યક્તિ તેમ જ કેફી દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા તેવા ડ્રગ ઓપનર્સ જુગારનો અડ્ડો ચલાવનારા જેવા ગુનાઓ સાથે જોડાયેલા વ્યક્તિઓ, ગૌવંશની હત્યા, હેરાફેરી કે વેચાણ કરનારા લોકો તથા દારુનો ગેરકાયદે ધંધો ચલાવનારા બૂટલેગર વ્યક્તિઓ વિરુદ્ધ પાસા કાયદાની જોગવાઈનો ઉપયોગ કરી અટકાયત કરી શકાય છે.