ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) નજીક આવે ત્યારે ભાજપ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને કાર્યકર્તાઓ નારાજ હોવાના દાવાઓ સામે આવે છે. આજે કોંગ્રેસના દહેગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ નારાજ (Former Congress MLA Annoyed ) થયા હતાં. તેમણેે ગાંધીનગરમાં સેક્ટર 22 ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચીને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કોંગ્રેસને 24 કલાકનું અલ્ટીમેટમ (Former Congress MLA Kaminiba Rathod ultimatum ) આપ્યું હતું. હવે અત્યારે કામિનીબાએ સ્પષ્ટતા કરી હતી કે આ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે મેં કોઈ પણ પ્રકારનું અલ્ટિમેટમ આપ્યું નથી.
શું હતાં મહત્વના મુદ્દા- કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડેં કોંગ્રેસને 24 કલાકનું અલ્ટિમેટમ (Former Congress MLA Kaminiba Rathod ultimatum )આપ્યું હતું. બાદમાં આવું કોઈ અલ્ટીમેટમ આપ્યું ન હોવાનું નિવેદન કર્યું છે. ત્યારે અનેક રજૂઆતો પર પાર્ટી ધ્યાન નહીં આપે તો છેડો ફાડવાની તૈયારી બતાવી હતી. જ્યારે આજની બેઠકમાં સી. જે. ચાવડા સમક્ષ રજૂઆત કરી હતી. સી જે ચાવડાએ ઉપલા સ્તરે રજૂઆત પહોંચાડવા બાંહેધરી આપી છે. આમ કામિનીબાની રજૂઆત અંગે જગદીશ ઠાકોર સાથે કોંગ્રેસના અગ્રણીઓ ચર્ચા કરશે.