ગુજરાત

gujarat

ETV Bharat / city

Forest વિસ્તારમાં Train સ્પીડને લઈને વનવિભાગ અને Railway આમનેસામને - Forest

એશિયાટિક સિંહોના સંરક્ષણનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહેતો આવ્યો છે. વધુ એકવાર આ મુદ્દો ગરમાયો છે, જોકે આમાં સિંહોના મોતનો મામલો સીધેસીધો સંકળાયેલો નથી. જંગલ ( Forest ) વિસ્તારમાંથી પસાર થતી ઇલેક્ટ્રિક લાઈનની રેલવેની સ્પીડ 80 કિલોમીટર છે તે સિંહોની સલામતી માટે ઠીક ન હોવાની બાબતે વનવિભાગ અને રેલવે આમનેસામને આવી ગયાં છે.

Forest વિસ્તારમાં Train સ્પીડને લઈને વનવિભાગ અને Railway આમનેસામને
Forest વિસ્તારમાં Train સ્પીડને લઈને વનવિભાગ અને Railway આમનેસામને

By

Published : Aug 4, 2021, 7:41 PM IST

Updated : Aug 10, 2021, 10:24 AM IST

  • વન વિસ્તારમાં રેલવે સ્પીડને લઈને 2 વિભાગ આમનેસામને
  • રેલવેની સ્પીડને લઈને વન વિભાગ અને રેલવે વચ્ચે ચર્ચા
  • વનવિભાગની દ્વારા રેલવેને 50 કિમી સ્પીડ રાખવાની કરી અરજી
  • ઇલેક્ટ્રિક ગેજ થયા બાદ રેલવેની સ્પીડ 80 કીમી થઈ

ગાંધીનગર : ગુજરાતના જંગલ વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઇન અને રેલવેની સ્પીડને લઈને વનવિભાગ ( Forest Department ) અને રેલવે ( Railway ) આમનેસામને આવ્યાં છે. મહત્વની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર પીપાવાવ રેલવે લાઇન જે પહેલાં ડીઝલ એન્જીન ચાલતું હોવાના કારણે ફક્ત 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચાલતી હતી, પરંતુ હવે ઈલેક્ટ્રિક લાઈન થવાના કારણે સુરેન્દ્રનગર પીપાવાવ રેલવે લાઈન પર 80 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ટ્રેન ચાલે છે. ત્યારે આ મુદ્દે વનવિભાગ અને રેલવે સામે આવ્યાં છે જ્યારે અગાઉ પણ એક વખત બેઠક યોજીને વનવિભાગે ટ્રેનને 50 કિલોમીટર પ્રતિ કિલોમીટર ચલાવવા માટેનો મુદ્દો મૂક્યો છે.
ટ્રેનની સ્પીડ 50 કિલોમીટર રાખવા વન વિભાગ મક્કમ
ટ્રેનની સ્પીડ બાબતે રાજ્યના વનપ્રધાન ગણપત વસાવાએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર પીપાવાવ રેલવે ( Railway ) લાઇન ઈલેક્ટ્રિક થવાના કારણે રેલી speed 40 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 80 કિલોમીટર પ્રતિ કલાકથી થાય છે ત્યારે સુરેન્દ્રનગરથી પીપાવાવ જંગલ ( Forest Department ) વિસ્તાર છે તે કેટલાક કિલોમીટર વિસ્તારમાંથી ટ્રેન ફક્ત 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તે બાબતે જ નિર્ણય કરવામાં આવશે. જ્યારે હવે ભવિષ્યમાં મળનારી બેઠકમાં આ મુદ્દો ફરીથી મુકવામાં આવશે
સમગ્ર રૂટમાં ફેન્સિંગ, ટ્રેન અકસ્માતે સિંહોના મોત
સુરેન્દ્રનગર પીપાવાવ રેલવેની ( Railway ) જો વાત કરવામાં આવે તો સમગ્ર રૂટ કે જે વિસ્તારમાંથી પસાર થાય છે તે ફેન્સિંગ કવર કરવામાં આવ્યું છે જ્યારે અગાઉ 30 જેટલા સિંહોના મોત ( Asiatic Lions ) પણ ટ્રેન અકસ્માતમાં થયા હોવાની વાત પણ સામે આવી રહી છે. આમ આવનારા ભવિષ્યમાં ફેન્સિંગ કૂદીને સિંહો રેલવે ટ્રેક પર ન આવે અને અકસ્માતમાં તેમનું મૃત્યુ ન થાય તેને ધ્યાનમાં લઈને રેલવેની સ્પીડ પર કંટ્રોલ કરવાની ચર્ચા કેન્દ્ર સુધી પણ કરવામાં આવશે. ટ્રેન અકસ્માતમાં સિંહોના મોતને અટકાવવાની ચર્ચા આગામી બેઠકમાં કરવામાં આવશે.
ઇલેક્ટ્રિક લાઈન થતાં શરૂ થયો સ્પીડનો મુદ્દો
સમગ્ર મુદ્દાની જો વાત કરવામાં આવે તો અનેક વર્ષોથી આ રૂટ પર રેલવે કાર્યરત છે. પરંતુ આ રૂટ પર ઈલેક્ટ્રિક રૂટ કરવામાં આવ્યો ન હતો પરંતુ હવે ઈલેકટ્રિક રૂટ કરવાના કારણે માલવાહક ટ્રેન કે જે 40 કિલોમીટર પ્રતિ કલાક ચાલતી હતી તે હવે 80 કિલોમીટર પ્રતિ કલાક ચાલશે. જ્યારે પેસેન્જર ટ્રેન 100 કિલોમીટર પ્રતિ કલાક ચાલશે. ત્યારે ફક્ત 50 કિલોમીટર પ્રતિ કલાકે ટ્રેન ચલાવવા બાબતે વનવિભાગ ( Forest Department ) અને રેલવે વચ્ચે હવે ચર્ચાનો દોર શરૂ થયો છે. ત્યારે આ ચર્ચાનો મુદ્દો પૂર્ણ થશે કે રેલવે કેટલા કિલોમીટર પ્રતિ કલાકે ટ્રેન ચાલુ રાખશે તે જોવું રહ્યું.

Last Updated : Aug 10, 2021, 10:24 AM IST

ABOUT THE AUTHOR

...view details